દાહોદઃ અભલોડથી ગંગારડી તરફ રસ્તા પર અકસ્માત બાઇકને અકસ્માત નડ્યો હતો. બાઇક સ્લીપ ખાતા અકસ્માતમાં પિતા પુત્રીનું મોત નીપજ્યું છે. પિતા-પુત્રીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. રાત્રી દરમિયાન બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો. સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા.  બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી. મૃતદેહને દાહોદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયા છે. પોલોસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 


સાબરકાંઠામાં ઈડર-અંબાજી સ્ટેટ હાઈવે પર સર્જાયો અકસ્માત. રોંગ સાઈડે પુર ઝડપે આવી રહેલ કારે બાઇક ચાલકને લીધો હડફેટે. ઈડરના રાણી તળાવ નજીક કાર ચાલકે બાઈક ચાલકને લીધો હડફેટે. રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક થયો જામ. બાઈક ચાલક ઘાયલ થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો. 
કાર ચાલકે અક્સ્માત સર્જી ભાગી છૂટ્યો. વડોદરામાં પ્રોફેસરની બાઇકને વાહન ચાલકે ટક્કર મારતા સ્થળ પર જ મોત. ફાજલપુર ગામે ૧૦ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત. 


નેશનલ હાઇવે નંબર 48 પર થયો અકસ્માત. નવસારી નજીક આવેલા ગણેશ સિસોદ્રા પાસે ઓવરબ્રિજ ઉપર અજાણ્યા ટેમ્પો ચાલકે બાઈક ચાલકોને અડફેટે લીધા.  ટેમ્પોચાલકે બાઈક ચાલકને ટક્કર મારી જગ્યા પરથી થયો ફરાર.  ટેમ્પો સાથે અથડાતા બાઈકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઇજાગ્રસ્તોને રસ્તા પર પડેલા જોઈ પાછળથી આવતા ટ્રકે પણ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજ પર અથડાઇ. અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ.  રોડ હાઇવે કંટ્રોલ અને નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર.  ઇજાગ્રસ્ત થયેલા 2 લોકોને હાલ ૧૦૮ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટના સ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી.