Dahod Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વડોદરાના ડભોઈ બાદ દાહોદમાં હાર્ટ એટેકે એકનો ભોગ લીધો છે. દાહોદમાં હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત થયું છે. દાહોદ જિલ્લા પંચાયત ખાતે નાયબ ચીટનીસ તરીકે ફરજ ભજવતા કર્મચારીનું મોત થયું છે. મહેકમ શાખામાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ વાવરે (ઉ.વ.49)ને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જિલ્લા પંચાયતના અધિકારી, કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
ગરમીનો કહેર વધવાની સાથે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા પણ વધી રહ્યા છે. વડોદરાના ડભોઇમાં હાર્ટએટેકથી મૃત્યુનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડભોઇમાં 42 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૂળ કનાયડા ગામડી અને હાલ ડભોઇ આયુષ સોસાયટીમાં રહેતા ઠાકોર અશોકભાઈ નારસિંહભાઈનું હાર્ટ એટેકથી મોત થયું હતું. રાત્રીના સાસુજીની વરસી નિમિત્તે ભજન માણ્યા બાદ સુવા જતા છાતીમાં દુખાવા થયા બાદ યુવાનનું થયું મૃત્યુ હતું. યુવાન 20 વર્ષ થી વડોદરા તરસાલી મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. યુવાનના શરીરમાં કોઈપણ જાતની બીમારી નહોતી. યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં થઈ રહેલો વધારો ચિંતાની વાત છે.
સુરતમાં વધુ ત્રણ યુવાનોનાં હાર્ટ એકેટથી મોત, અચાનક બેભાન થઇ ઢળી પડ્યા!
સુરત શહેરમાં વધુ ત્રણ લોકોના અચાનક મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ભેસાણના મલગામા ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલતા ચાલતા ચાલતા યુવાન અચાનક બેભાન થયા બાદ મોતને ભેટ્યો હતો. ઉધાનામાં રાધા મોહન ફેબટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતાં કારીગરનું અચાનક ચક્કર આવ્યા બાદ મોત નિપજયું હતું. જ્યારે કાપોદ્રા ખાતે હીરા ઘસવાનું કામ કરતાં કરતા રત્ન કલાકાર અચાનક બેભાન થઈ ગયા હતા.
ચોર્યાસી તાલુકાના ભેસાણ ગામે રહેતા મહાદેવ મંદિર સામે સડક મોહલ્લામાં રહેત 43 વર્ષીય હિતેશ પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલી રહ્યા હતા ત્યારે અચાનક નીચે પડી જતાં બેભાન થઈ ગ. હતો. જેથી સંબંધી ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. ડીંડોલી ભીમનગર ગરનાળા પાસે સંતોષીનગરમાં રહેતા શિવશંકર ઉર્ફે દિપર વિજય પાલ સિંહ ઉધના ખાતે મોબન વેબ ટેક્સ પ્રા.લિયમાં નોકરી કરતો હતો. ફેક્ટરીમાં ચાલતી વખતે અચાનક ચક્કર આવતાં પડી જતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોટા વરાછા મંત્ર હોમ્સમાં રહેતા દિનેશ જીવરાજ કાકડીયા (ઉ.વ.50) કાપોદ્રા ગાયત્રી સોસયાટીમાં આવેલા કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા તે સમયે અચાનક બેભાઈન થઈ ગયા હતા. જેથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.