દાહોદઃ શહેરમાં દેશનું પ્રથમ પ્લાસ્ટીક કાફે દાહોદ નગરમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાહોદને પ્લાસ્ટીકમુક્ત કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. એક કિલો પ્લાસ્ટિક કચરાના બદલામાં નાસ્તો અને 500 કચરાના બદલે ચા કોફીની લેહજ્જત માણી શકાશે. દાહોદમાં ચાલતા આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
જો તમને ભૂખ લાગે અને કોઇના ખિસ્સામાં પૈસા નથી તો પરેશાન થવાની જરૂર નથી. કારણ કે, હવે પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો અને ચ્હા મળી શકે છે. પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા તેમજ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા દાહોદમાં એક અનોખા પ્રયોગના ભાગરૂપે દાહોદ માં પ્લાસ્ટિક કેફે શરૂ કરાયું છે. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે તેનું ઉદ્ઘાટન કર્યુ હતું. પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાનને રોકવા માટે દાહોદમાં આ પ્રયોગને સૌથી અનોખી પહેલ માનવામાં આવી રહી છે. અહીં પ્લાસ્ટિકના એક કિલો કચરાના બદલે નાસ્તો અને અડધો કિલોના બદલામાં ચા આપવા તંત્રએ જ પ્લાસ્ટિક કેફે ખોલ્યું છે.
તાલુકા પંચાયત કચેરી સામે શરૂ કરવામાં આવેલા આ પ્લાસ્ટિક કાફેમાં કોઇ પણ વ્યક્તિ ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવે તો એક કપ ચા કે કોફી મેળવી શકે છે, જ્યારે ૧ કિલો પ્લાસ્ટિક આપીને એક પ્લેટ ગરમાગરમ મેથીના ગોટા ખાઇ શકો છો. આ ઉપરાંત પૌવા, દાબેલી, પણ મંગાવીશકાશે. અત્યારે સ્વસહાય જુથની ૧૦ મહિલાઓ આ કાફેમાં જોડાઇ છે. જિલ્લા વિકાસ અધિકારી રચિતરાજ દ્વારા આ કાફેનું શુક્રવાર તા. ૭ ના રોજ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. હાલમાં લોકો દ્વારા ઘરમાં પ્લાસ્ટિક દૂધ ની થેલી શાકભાજી ની થેલી અન્ય પ્લાસ્ટિક ફેંકવા કરતા ભેગી કરી અહીંયા નાસ્તો કરવા જોવા મળ્યા.
કચરો વીણવાવાળી ગરીબ વ્યક્તિ હોય કે પછી શહેરને સ્વચ્છ રાખવા તત્પર એક જાગૃત નાગરિક હોય તે આ કેફે પર પ્લાસ્ટિક જમાકરી ચા નાસ્તાની મિજબાની માણવામાં આવે છે. નગરમાંથી પ્લાસ્ટિકના કચરાનો સકારાત્મક નિકાલ કરવા માટે નાગરિકોને સરસ વિકલ્પ મળ્યું . સાથે સ્વસહાય જુથની મહિલાઓને રોજગારી પણ મળી રહેશે. પ્લાસ્ટિકથી પર્યાવરણને થઇ રહેલા નુકશાન બાબતે પણ લોકોમાં જાગૃતિ લાવવા આ કાફે ઉપયોગી થઇ શકશે.