Dahod: પ્રેમી પંખીડાનો કરુણ અંજામ, નજીવી બાબતે બન્ને એકબીજા સાથે ઝઘડ્યા ને પછી ખાઇ લીધો ગળાફાંસો......

દોહાદમાં પ્રેમી પંખીડા વચ્ચે તકરાર થતાં પ્રેમિકાએ જીવ ગુમાવ્યો છે, બન્ને વચ્ચે તકરાર થઇ હતી

Continues below advertisement

Dahod: દાહોદમાં નજીબી બાબતે થયેલો ઝઘડો મોતનું કારણ બન્યો છે, નજીવી બાબતે પ્રેમી પંખીડામાં તકરાર થતા બાદમાં પ્રેમિકાએ આપઘાત કરી લીધો હતો. હાલમાં આ ઘટના ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે.  

Continues below advertisement

દોહાદમાં પ્રેમી પંખીડા વચ્ચે તકરાર થતાં પ્રેમિકાએ જીવ ગુમાવ્યો છે, બન્ને વચ્ચે તકરાર થઇ હતી, ત્યારબાદ પ્રેમીએ પણ લાઈટના ટાવર ઉપર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધુ હતુ. યુવતી દાહોદની ઝાયડસ હૉસ્પીટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. હાલમાં આ મામલે પોલીસે કેસ નોંધી, બન્નેના મૃતદેહને પૉર્સ્ટમોર્ટમ મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

 

Tapi: પિતાએ નવી બાઇક ના લઇ આપી તો દીકરાએ પત્ની સાથે ટ્રેન નીચે પડતુ મુક્યુ, બાદમાં પિતાએ પણ કરી લીધી આત્મહત્યા

Tapi: તાપી નજીક ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક એક આત્મહત્યાની ઘટના ઘટી છે, અહીં પિતાએ પોતાના દીકરાને નવી બાઇક ના લઇ આપવાની બબાલ જીવ ગુમાવવા સુધી પહોંચી છે, પિતાએ નવી બાઇક ના લઇ આપવાનું કહેતા દીકરાએ પોતાની પત્ની સાથે ટ્રેન નીચે પડતુ મુક્યુ છે, બન્નેના મોત થઇ ચૂક્યા છે. 

માહિતી પ્રમાણે, તાપી નજીક મહારાષ્ટ્રના નવાપુરના તીનટેમ્બા ગામના ત્રણ વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. પિતાએ બાઇક લઈ આપવા ના પાડતા દીકરાએ પોતાની પત્ની સાથે ફૂલફ્લી વિસ્તારની તપ્તી રેલવે લાઈન પર જઈને ટ્રેન નીચે આત્મહત્યા કરી લીધા હતી. આ બનાવની જાણ જ્યારે તેના પિતાને થઇ તો તેઓ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, ત્યાં તેમને પોતાના દીકરા અને પુત્રવધુનો મૃતદેહ જોતા તેમને પણ આત્મહત્યા કરી લીધી હતી.  ઉલ્લેખનીય છે કે, નજીવી બાબતે ઝઘડો થયો અને બાદમાં ઝઘડો એકજ પરિવારના ત્રણ લોકોનું મોતનુ કારણ બન્યો હતો. આમાં સૈયદ ગાવિત, સાવન ગાવીત અને તેમની પત્નીનું મોત થતાં આખુ ગામ હીબકે ચઢ્યું હતુ. 

Tapi Accident: તાપી જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના ઘટી છે, તાપી જિલ્લાને અડીને આવેલા સાતપુડા પર્વત વિસ્તારમાં આજે એક બૉલેરો પીકઅપને ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટના એવી છે કે, આજે સવારે તાપી જિલ્લાના પર્વત વિસ્તારમાં આજે એક બૉલરે પિકઅપને મહારાષ્ટ્રના નંદુરબારના ચંદસહેલી ઘાટમાં અકસ્માત નડ્યો છે, અહીં પિકઅપમાં સવાર 6 મુસાફરોમાંથી 3 મુસાફરના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના તલોદા પોલીસે આ અકસ્માત અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola