ડાંગ દરબાર પહેલા ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડયો છે.   વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.   વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને 60 હજારથી વધુની લીડ અપાવવામાં મહત્વનો હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 


પાર્ટીના આદેશ મુજબ સમગ્ર ડાંગ જિલ્લાના પોલીસ પટેલને ભેગા કરી પોતાની તાકાત બતાવી હતી,  પૂર્વ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ, પૂર્વ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય અને 20 વર્ષ સરપંચ રહ્યા હતા, 
છેલ્લા ઘણા સમયથી ભાજપ થી નારાજ હતા.   ભાજપ તરફથી પોલીસ પટેલોને આપેલ વચન ન પાળી શકતા રાજવી તરીકે જુઠ્ઠા પડયા નું દુઃખ,  રાજકારણીઓને શરમ નથી નડતી પણ અમે રાજવીઓ ને શરમ નડે છે , એવું કહી રાજકીય સન્યાસ લેવાની  જાહેરાત કરી.


ઉલ્લેખનીય છે કે, રાજા ધનરાજસિંહ સૂર્યવંશી ડાંગમા યોજનાર ડાંગ દરબારને લઈને પણ નારાજ હતા. કોરોનાની અસર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે. ડાંગ જિલ્લા કલેક્ટરે હોળી પહેલા મહમાહિમ રાજ્યપાલ પાસે સમય લીધા બાદ તારીખ જાહેર કરવા જણાવ્યું છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજુ ડાંગ દરબારની તારીખની જાહેરાત નથી કરાઈ. 


ગુજરાતમાં જો BJP ફરી સરકાર બનાવશે તો મુખ્યમંત્રી કોણ બનશે ? આ દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. નેતાઓ પક્ષપલટા કરી રહ્યા છે. આ દરમિયાન  નેતાઓને નિવેદનો પણ સામે આવી રહ્યા છે. ગુજરાતના કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમારનું ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે કહ્યું આ વખતે  વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. 


ગુજરાતમાં જો ભાજપ સરકાર ફરી સરકાર બનાવશે તો મુખ્યમંત્રી કોણ બનશે તે મહત્વનો પ્રશ્ન છે. તમામ લોકો જાણવા માંગે છે કે જો ભાજપ સરકાર બનાવશે તો મુખ્યમંત્રી તરીકે ભૂપેંદ્ર પટેલ રહેશે કે કોઈ નવો ચહેરો આવશે. કેબિનેટ મંત્રી  પ્રદીપ પરમારે કહ્યું,  આગામી મુખ્યમંત્રી અંગે પાર્ટી નિર્ણય કરશે.