Rain Forecast: ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. મોટાભાગના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી 5 દિવસ વરસાગદની  આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ચ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદની આગાહી વચ્ચે આજે 137 તાલુકામાં વરસાદ વરસ્યો, કમોમસી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. આજે રાજ્યભરના મોટા ભાગના જિલ્લામાં વરસાદી એલર્ટ છે. કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત માટે એલર્ટ જાહેર કરાયું છે. અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા  ગુજરાતમાં  પર છેલ્લા 2થી 3 દિવસથી છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે એલર્ટ જાહેર કરાયું છે. ગીર સોમનાથ,અમરેલી અને દીવમાં આજે વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 26 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ છે.

Continues below advertisement

આજના દિવસમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ વરસ્યો

આજના દિવસમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે વરસેલા વરસાદના આંકડા પર એક નજર કરીએ..

Continues below advertisement

રાજુલામાં ચાર કલાકમાં 6.22 ઈંચ વરસાદ વરસ્યો, ભાવનગરના મહુવામાં 3.39 ઈંચ, ખેડાના ગણતેશ્વરમાં 3.15 ઈંચ,વલ્લભીપુરમાં 3.15 ઈંચ,લીલીયામાં 3 ઈંચ,સાવરકુંડલામાં 2.87 ઈંચ,જેસરમાં 2.32 ઈંચ,ગોધરામાં 2.05 ઈંચ,ઉના અને ગીર ગઢડામાં બે-બે ઈંચ,બાલાસિનોરમાં 1.93 ઈંચખાંભામાં 1.65 ઈંચ,લુણાવાડામાં 1.57 ઈંચ,બોટાદ શહેરમાં 1.57 ઈંચ,કડાણામાં 1.54 ઈંચ વરસાદ વરસ્યો. 

મહુવામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

હવામાન વિભાગની વરસાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો. ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મહુવાની સોસાયટીઓમાં કમોસમી વરસાદના પાણી ભરાયા હતા. ગાંધી બાગ, શાકમાર્કેટ, કોલેજ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગર જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી સવારે આઠ સુધીમાં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકાના ખરેડ ગામના કોઝવે પર પાણી વહેતા થયા હતા. કોઝ-વે પર નદીની જેમ વરસાદના પાણી વહેતા થયા હતા. મહુવા- ખરેડ કોઝ-વે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો હતો. મહુવાના ટાઉન વિસ્તારના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા.ભાવનગરમાં મૂશળધાર વરસાદના કારણે બોર તળાવ ઓવરફ્લો થયો હતો. બોર તળાવના 7 દરવાજાની ઉપરથી પાણી વહી રહ્યું છે. ભાવનગરમાં મોડી રાત અને સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોર તળાવની સપાટી 44 ફૂટને પાર પહોંચી ગઇ હતી.