સોખડાઃ વડોદરાના હરિધામ સોખડા મંદિરના સેવક અનુજ ચૌહાણને માર મારવા મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં  સોખડા સ્વામીનારાયણ મંદિરના 5 સંતો સહિત 7 લોકો હાજર થયા હતા. પોલીસે પાંચ સંતો અને બે અન્ય સેવકોની અટકાયત કરી હતી. જોકે ત્રણ કલાકની કાર્યવાહી બાદ તમામનો જામીન પર છૂટકારો થયો હતો.


વડોદરા તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી. આસોજના પ્રણયભાઈ, સોખડાના મનહરભાઈ, પ્રભુપ્રિય સ્વામી, હરીસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી, હિરલ સ્વામી હાજર થયા. પોલીસ તમામ આરોપીઓની અટકાયત કરી હતી. ત્રણ કલાકની કાર્યવાહી બાદ તમામને જામીન આપવામાં આવ્યા હતા.


પોલીસની પૂછપરછમાં સંતોએ આકસ્મિક બનાવ બન્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.  હવે પોલીસ ચાર્જશીટ રજૂ કરશે. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલશે. તો આજે ફરિયાદી અનુજના પિતા વીરેંદ્ર ચૌહાણ પણ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી નિવેદન નોંધાવ્યું હતું.


 


Budget 2022: પગારદાર વર્ગને બજેટમાં નાણામંત્રી પાસેથી આ અપેક્ષાઓ છે, 80Cમાં કર મુક્તિ વધવાની આશા


ઓમિક્રોનના લો રિસ્ક અને હાઈરિસ્ક દર્દીને કેવી રીતે આપવાની રહેશે સારવાર? આરોગ્ય વિભાગે આપી મોટી માહિતી


બજારમાંથી બનાવેલ સ્માર્ટ આધાર કાર્ડ માન્ય નહીં રહે, જાણો UIDAI એ શું કહ્યું.....


માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો