Devbhoomi Dwarka: હોળીના તહેવારના દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કરુણાંતિકા સર્જાઈ છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ કિશોરોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં છે. આ સમાચાર વહેતા થતા સમગ્ર ભાણવડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે આ પાંચ કિશોરો ધુળેટી પર્વ પર નદીમાં નહાવા માટે ગયા હતા અને આ દરમિયાન નદીના પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટાફ નગરપાલિકા સ્ટાફ ઘટના સ્થળે પોહચી ગયા હતા. સ્થાનિક તરવ્યા દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા અને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે.
આ પાંચેય મૃતકોની પ્રાથમિક માહિતી આ પ્રમાણે છે :
(1) જીતભાઈ ભરતભાઈ કવા (લુહાર) ઉ.વ. 16, રહે. શિવનગર તાલુકા પંચાયત સામે ભાણવડ
(2) હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ જાતે સથવારા ઉ. વ 17 રહે ખરાવાડ ભાણવડ
(3)ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા અનુ.જાતી ઉ. વ 16,રહે. રામેશ્વર પ્લોટ ભાણવડ
(4) ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા જાતે પ્રજાપતિ, રહે. શિવનગર ભાણવડ
(5) હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી ઉ. વ 16, રહે. શિવનગર ભાણવડ
મહીસાગર નદીમાં ચાર યુવાનો ડૂબ્યા
બીજી બાજુ મહીસાગર નદીમાં ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે. મહીસાગર નદીમાં કઠલાલના ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના વણાકબોરીમાં ધુળેટી પર્વ દરમિયાન યોજાયેલા મેળામાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક ફાયરની ટીમે ચારેય યુવાનોની શોધખોળ શરૂ કરી દીધી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો
બોટાદ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા ઝટકો લાગ્યો છે. ભદ્રાવાડી ગામે 250 કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેશ ધારણ કર્યો છે. સૌરભ પટેલ હાથે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીનો ખેશ ધારણ કર્યો હતો.