બનાસકાંઠાઃ ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. વિકાસના કામમાં ગેરરીતિ મામલે 15 સભ્યો સસ્પેન્ડ થયા છે. આજે પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવાની છે, તેના ગણતરીના કલાક પહેલાં જ કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ થતા ખળભળાટ મચી ગયો છે.
ગેરરીતિ મામલે અનેક ઠરાવોમાં ભાજપ સભ્યોની સહી હોવાથી લટકતી તલવાર છે. આજે ચૂંટણી યોજાશે કે નહીં તે પણ અસમજસની સ્થિતિ છે. ધાનેરાના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળશે.
Gir Somnath : ભાજપના જ બે નેતાઓ વચ્ચે મગજમારી, 'તારા ભાઈને સમજાવી દે નહીંતર કામ કામની જગ્યાએ રેહેશે ને બીજું ખોટું થાય'
વેરાવળઃ ભાજપ શાસિત વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્ય વચ્ચે ભ્રષ્ટાચાર મુદ્દે બોલાચાલી થઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ સરમણ સોલંકીએ ધમકી આપ્યાનો ભાજપના જ સભ્યનો આક્ષેપ છે. પ્રમુખ અને સભ્ય વચ્ચે બોલાચાલીની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે.
ઓડિયો ક્લિપમાં સંભળાય છે કે, ભાજપના સભ્યને તાલુકા પંચાયતના સભ્ય કહે છે કે, તારા ભાઈને સમજાવી દે નહીંતર કામ કામની જગ્યાએ રહેશે ને બીજું ખોટું થાય. સામે પક્ષે સભ્ય તેમના દીકરા અંગે ફરિયાદ કરતા સંભળાય છે.
ડભોર ગામે ચાલતા નાળાના કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે બોલાચાલી થઈ હતી. સવા બે કરોડના કામમાં ભયંકર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. તાલુકા પંચાયત પ્રમુખ સરમણ સોલંકી દ્વારા ભાજપના સભ્યને ધમકાવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.
ગુજરાતમાં વધુ એક મોટા સમાજે કરી પોતાના મુખ્યમંત્રીની માંગ, જાણો કોનો કોનો લિસ્ટમાં છે સમાવેશ?
રાજકોટ: ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તાજેતરમાં જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પાટીદાર મુખ્યમંત્રીની માંગણી કરી હતી. આ પછી ગઈ કાલે ક્ષત્રિય સમાજે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગણી કરી હતી. હવે રાજ્યમાં વધુ એક સમાજ સામે આવ્યો છે. જેણે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગ કરી છે.
રાજકોટ ખાતે કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી તેમના સમાજના બને તે માટે બંધ બારણે બેઠક મળી હતી. સમસ્ત કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. કોળી-ઠાકોર સમાજના રાજકીય આગેવાનોમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે. કોળી-ઠાકોર સમાજની મિટિંગનો વિડીયો વાયરલ થયો છે.
અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરષોત્તમ સોલંકી, દેવજી ફતેપરા, પુંજા વંશ, મહેન્દ્ર મુંજપરા, જુગલજી ઠાકોર, રાજેશ ચુડાસમા, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા, હીરાભાઇ સોલંકી, ગેનીબેન ઠાકોર, પરષોત્તમ સાબારીયા, ભરતસિંહ ડાભી, ભરતજી ઠાકોર, ધવલસિંહ ઠાકોર માંથી કોઈ એક મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે.
પોતાના સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવા પાટીદાર બાદ હવે ક્ષત્રિય સમાજમાં માગ ઉઠી છે. રાજપૂત કરણી સેના અધ્યક્ષ જે.પી જાડેજા માગ કરી કે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાન શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા,આઇ.કે. જાડેજા જેવા નેતાઓમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ગુજરાતના વિકાસમાં ક્ષત્રિય સમાજનો સિંહ ફાળો છે. આ પ્રથમ વખત નથી. અગાઉ ખોડલધામના નરેશ પટેલ પણ પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી માગ કરી ચૂક્યા છે.
નોંધનીય છે કે, 2022ની વિધાનસભાની ચૂંટણી (2022 gujarat Assembly Election) અગાઉ રાજકોટના (Rajkot) કાગવડ ખોડલધામ (Khodaldham) પર પાટીદાર આગેવાનો એકમંચ પર એકઠા થયા હતા. ત્યારે બેઠકમા ઉપસ્થિત રહેવા ખોડલધામ પહોંચેલા ચેયરમેન નરેશભાઈ પટેલે (Khodaldham Chairman Nareshbhai Patel) મોટુ નિવેદન આપ્યું હતું. ખોડલધામના ચેયરમેન નરેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 2022માં પાટીદાર સમાજના મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા છે.