શોધખોળ કરો

ધોલેરા બનશે ભારતનું ‘AI હબ’: L&T વ્યોમાના ₹25,000 કરોડના રોકાણથી ગુજરાતમાં ડેટા ક્રાંતિના મંડાણ!

ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે ₹25,000 કરોડના ઐતિહાસિક એમ.ઓ.યુ. થયા છે. ધોલેરા SIR માં 250 MW ગ્રીન AI ડેટા સેન્ટર સ્થપાશે, જે 2028 સુધીમાં કાર્યરત થશે.

ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ડિજિટલ ઇન્ડિયા' ના સ્વપ્નને સાકાર કરવા તરફ ગુજરાતે એક મોટું ડગલું ભર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ   2026' દરમિયાન, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે L&T (લાર્સન એન્ડ ટ્રુબ્રો) વ્યોમા સાથે એક સીમાચિહ્નરૂપ એમ.ઓ.યુ. (MoU) કર્યા છે. આ કરાર હેઠળ, ગુજરાતના ધોલેરા SIR (Special Investment Region) ખાતે 250 મેગાવોટ ની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક 'ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ' સ્થાપવામાં આવશે. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ કમ્પ્યુટિંગનું કેન્દ્ર બનાવવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યમાં હજારો નવી રોજગારીની તકો ઉભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.

પ્રોજેક્ટની મુખ્ય વિગતો અને રોકાણનું કદ

આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ટેકનોલોજી ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થશે.

  • કુલ રોકાણ: L&T વ્યોમા આ મેગા પ્રોજેક્ટમાં અંદાજે ₹25,000 કરોડ નું જંગી રોકાણ કરશે.
  • ક્ષમતા: આ ડેટા સેન્ટર 250 MW ના હાઇપર સ્કેલ મોડલ પર આધારિત હશે, જે ખાસ કરીને AI પ્રોસેસિંગ માટે સજ્જ હશે.
  • સમયમર્યાદા: આ પ્રોજેક્ટ સંભવતઃ વર્ષ 2028 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જવાની અપેક્ષા છે.
  • પર્યાવરણ પૂરક (Green AI): આ સેન્ટર 'ગ્રીન' ટેકનોલોજી પર આધારિત હશે, જેનો અર્થ છે કે તેમાં ઉર્જાનો વપરાશ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ન્યૂનતમ રાખવામાં આવશે.

વડાપ્રધાનનું 'MANAV' વિઝન અને ગુજરાતનું બજેટ

સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AI માટે ભારતના દૂરંદેશી "MANAV" વિઝનની રૂપરેખા આપી હતી. આ વિઝન પાંચ સ્તંભો પર આધારિત છે:

  1. M (Moral & Ethical): નૈતિક અને નીતિગત પ્રણાલી.
  2. A (Accountable): જવાબદાર શાસન વ્યવસ્થા.
  3. N (National Sovereignty): ડેટા સાર્વભૌમત્વ પર ભાર.
  4. A (Accessible): દરેક માટે સુલભ અને સમાવિષ્ટ ટેકનોલોજી.
  5. V (Valid): માન્ય અને કાયદેસર પ્રણાલીઓ.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અને L&T વ્યોમા વચ્ચેના આ એમ.ઓ.યુ. ગુજરાતમાં વિશ્વ કક્ષાના AI-રેડી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. એટલું જ નહિં, ભારતની AI ક્રાંતિમાં મોખરે રહેવા તેમજ નવીનતા, ટકાઉપણું અને સમાવિષ્ટ વિકાસને આગળ ધપાવવામાં ગુજરાતને વધુ સજ્જ બનાવતું કદમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ABP અસ્મિતાના એડિટર રોનક પટેલને દિલ્હીમાં 'પર્યાવરણીય પત્રકારત્વ'  માટે મળ્યો એવોર્ડ 
ABP અસ્મિતાના એડિટર રોનક પટેલને દિલ્હીમાં 'પર્યાવરણીય પત્રકારત્વ'  માટે મળ્યો એવોર્ડ 
Advertisement

વિડિઓઝ

Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ઘરેલું LPG ₹60 જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹115નો વધારો, નવા દર આજથી લાગૂ
ઘરેલું LPG ₹60 જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹115નો વધારો, નવા દર આજથી લાગૂ
અમેરિકાના સંઘર્ષ વચ્ચે ભારતે કોચીમાં ઈરાની જહાજને આપ્યો આશ્રય , તેહરાને કરી હતી ખાસ અપીલ
અમેરિકાના સંઘર્ષ વચ્ચે ભારતે કોચીમાં ઈરાની જહાજને આપ્યો આશ્રય , તેહરાને કરી હતી ખાસ અપીલ
Embed widget