પોરબંદર: ભારતીય કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. કોસ્ટ ગાર્ ના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ 4 દિવસની ગુજરાતના દરિયા કિનારાને મુલાકાતે આવ્યા છે. અમદાવાદ ઓખાની મુલાકાત લીધા બાદ પોરબંદર ખાતે આવેલ હેડક્વાટર્સ ખાતે પહોંચ્યા હતા.
ભારતીય કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ ચાર દિવસના ગુજરાતના દરિયાકિનારાની મુલાકાત લઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન અમદાવાદ ઓખાની મુલાકાત બાદ આજ રોજ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. 1લી સપ્ટેમ્બરે ઓખા ખાતે ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેકટસ અને ઓપરેશનલ સજ્જતા અને માળખાકીય વિકાસની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પ્રમુખ તટ રક્ષીકા દીપા પાલે આઇસીજી કીન્ડર ગાર્ડનનું ઉદઘાટન કર્યુ હતું.
આ ઉપરાંત મેરીટાઇમ એકવેન્ટીક સેન્ટરનું ઉદઘાટન કર્યુ હતું. ત્યારબાદ આજ રોજ કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ પોરબંદર કોટગાર્ડ હેડકર્વાટર અને કોસ્ટગાર્ડ જેટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કોસ્ટગાર્ડનાં મેસનું ઇનોવેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મીડીયા સાથેની વાતચીતમાં કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલે જણાવ્યું હતું કે ગુજરાતનાં 1600 કિમીના દરિયા કિનારાની સુરક્ષા માટે કોસ્ટગાર્ડ હર હંમેશા ખડેપગે હોય છે. આ સાથે જુદી-જુદી એજન્સીઓ સાથે તાલમેલ કરી ઓ૫રેશન પાર પાડવામાં આવે છે તો આગામી દિવસોમાં માછીમારી કરતી બોટ પર ટ્રાન્સપોન્ડર લગાડવાની વાત પણ કરી હતી. ટ્રાન્સપોન્ડર લગાડયા બાદ માછીમારી કરતી બોટ ઉપર સતત કોસ્ટગાર્ડ નજર રાખી શકશે. દરિયા સુરક્ષા અને માછીમાર ની સુરક્ષા માટે ટ્રાન્સપોન્ડર મહત્વની કડીરૂપ બની રહેશે.
ગુજરાતની આંગણવાડીના 15 લાખથી વધુ બાળકો ટેક હોમ રાશન દ્વારા મેળવે છે પોષણયુક્ત આહાર
ગુજરાત રાજ્યના 0થી 6 વર્ષની વયજૂથના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓમાં પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી રાજ્યમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS – ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ) કાર્યરત છે. આ ICDS હેઠળ 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધીના બાળકો, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ તેમજ કિશોરીઓમાં કુપોષણનો વ્યાપ ઘટાડવા માટે પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા ટેક હોમ રાશન (THR) યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યની આંગણવાડીઓના માધ્યમથી લાભાર્થીઓને ટેક હોમ રાશન હેઠળ પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ આજે ગુજરાતની આંગણવાડીઓના 6 માસથી 6 વર્ષની વયજૂથના 15.87 લાખ બાળકોને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. આ સાથે જ, રાજ્યની 6 લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને તેમજ 11 લાખ કિશોરીઓને પણ આંગણવાડીના માધ્યમથી ટેક હોમ રાશન હેઠળ પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે.
ગુજરાતની 53,029 આંગણવાડીઓ દ્વારા ટેક હોમ રાશન
ગુજરાતના 53,029 આંગણવાડી કેન્દ્રો દ્વારા લાભાર્થીઓને પૌષ્ટિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેક હોમ રાશન (પ્રી-મિક્સ)નું વિતરણ કરવામાં આવે છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંલગ્ન અમૂલ, સુમુલ અને બનાસ ડેરી દ્વારા ટેક હોમ રાશન પેકેટનું ઉત્પાદન કરવામાં આવે છે.