કચ્છના મુંદ્રા સેઝમાં ડીઆરઆઈએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી જાણકારી અનુસાર, કચ્છના મુન્દ્રામાં DRIએ મોટી કાર્યવાહી કરતા 100 કરોડની દાણચોરી ઝડપી પાડી હતી. અમદાવાદ DRIએ દાણચોરી કરતી ગેંગ સામે કાર્યવાહી કરી હતી. દાણચોરીના રેકેટમાં સામેલ ત્રણ માસ્ટર માઈન્ડની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ડીઆરઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે આ ત્રણ માસ્ટરમાઇન્ડ ઇ-સિગારેટ, બ્રાન્ડેડ મોબાઇલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઇલેક્ટ્રોક્સ આઇટમ્સની દાણચોરીમાં સંડોવાયેલા હતા. ડીઆરએએ 100 કરોડનો દાણચોરીનો માલ જપ્ત કર્યો હતો. જેમાં ઈ-સિગારોટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરિઝનો સમાવેશ થાય છે. તે સિવાય દાણચોરી કરવામાં આવનારા પ્રિમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.
નોંધનીય છે કે ગયા મહિને સુરત એરપોર્ટ પર ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરી હતી. સુરત એરપોર્ટ પરથી DRI દ્વારા પકડેલા કરોડો રુપિયાના ગોલ્ડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. DRI દ્ધારા PSI ની ધરપકડ કરવામાં આવી છે. ઈમિગ્રેશનમાં નોકરી કરતા PSI પરાગ દવે નામના અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. PSI પરાગ દવેની આરોપી સાથે મિલીભગત હોવાનું બહાર આવ્યું હતું. દિલ્હી DRI ની ટીમને માહિતી મળી હતી જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ ઇન્ટેલિજન્સએ મોટી સોનાની દાણચોરી ઝડપી પાડી છે. DRI એ ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર કાર્યવાહી કરીને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ મુસાફરોને અટકાવતી વખતે 48.20 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરી હતી.
સુરતમાં પણ હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. સુરતમાં પ્રથમ વખત દરિયાઈ માર્ગે હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. સુંવાલી બીચ ઉપરથી 5.14 કરોડનો ચરસનો જથ્થો મળી આવતા ચક્ચાર મચી ગઈ હતી. અફઘાનિસ્તાનથી દરિયાઇ માર્ગે લવાયેલું 10 કિલો 350 ગ્રામ ચરસ મળ્યું હતું. SOG પોલીસ ઇન્સપેક્ટર એ.પી. ચૌધરી અને પી.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર આર.એસ. સુવેરાની આગેવાનીમાં સુવાલી બીચ ઉપર રેઇડ કરવામાં આવી હતી. એ.પી. ચૌધરીને બાતમી મળી હતી કે સુવાલી બીચ ઉપર એક મોટું પોટલું ઝાડીઓમાં છુપાવવામાં આવ્યું છે. જેમાં શંકાસ્પદ ચરસ છે. આ બાતમીને આધારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો અને FSL તથા ડોગ સ્ક્વોડની ચકાસણી બાદ તેને ખોલવામાં આવતાં નાના નાના 09 પેકેટ્સ મળી આવ્યા હતા. જેમાં આશરે 10 કિલો 350 ગ્રામ ચરસ નીકળ્યું હતું.