Chotaudepur: છોટાઉદેપુરના તેજગઢ નજીક વહેલી સવારે એક દર્દનાક ઘટના બની હતી. તેજગઢ રેલવે ફાટક નજીક વહેલી સવારે ઝાડ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી. જે બાદ કાર ચાલકને બચાવવા રેલવે ફાટકના વોચમેને પ્રયાસો ખુબ પ્રયત્નો કર્યા હતા. પરંતુ ચાલક અંદર ફસાઈ જતા બચાવી શકાયો ન હતો. આગની એટલી ભીષણ હતી કે ચાલક જીવતો ભૂંજાય ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી.
અમદાવાદની આ બિલ્ડીંગના પાંચમાં માળે લાગી ભીષણ આગ
અમદાવાદ: શહેરના ગિરધર નગર સર્કલ પાસે આર્કેડ ગ્રીનમાં આગની ઘટના સામે આવી છે. બિલ્ડીંગના પાંચમા માળે આગ લાગી છે. B73મા આગ લાગી હતી. આ આગની ઘટનામાં એક કિશોરીનું મોત થયું છે. જ્યારે ઘરના અન્ય સભ્યોનો બચાવ થયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ડ્રોઈંગ રૂમની પાછળ બાથરૂમ હતો. જેમાં ગીઝરમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઇલેક્ટ્રોનિક ગીઝરના વાયરિંગમાં સ્પાર્ક થતા ધડાકો થયો હતો. જેના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગના પ્રાયમરી તારણમાં શિયાળાના કારણે ઇલેક્ટ્રિક સપ્લાયમાં ઓવરલોડિંગ થયું હતું જેના કારણે સ્પાર્ક થયો હોવો જોઈએ. ઘટનાની જાણ થતા ફાયરની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
સુરતમાં શાકમાં મિઠું વધુ પડી જતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
સુરત: ત્રિપલ તલાકનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પતિએ શાકમાં મીઠું વધું પડતાં પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પત્નીએ પતિને ફોન કરી ખબરઅંતર પૂછ્યા તો તેમણે ફોન પર કહ્યું, તલાક! તલાક! તલાક!
હવે આ મામલો ઉધના પોલીસ મથકે પહોંચ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના લગ્ન આંજણા ફાર્મમાં રહેતાં અનિશ મુસ્તાક શાહ સાથે થયા હતા. એક મહિના બાદ આ યુવતીને પતિનું અન્ય યુવતી સાથે અફેયર હોવાની શંકા જતાં ઘરમાં કંકાસ શરૂ થયો હતો. એક વખત શાકમાં મીઠું વધુ પડી જતાં પતિ અને સાસરીયાઓ ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. દહેજનાં પાંચ લાખ રૂપિયા લાવે તો જ ઘરમાં લાવવાનું કહી પિયર મોકલી અપાઇ હતી.
તો બીજી તરફ ગત ડિસેમ્બર મહિનમાં પતિ અનિશની તબિયત ખરાબ હોવાનું જાણવા મળતાં યુવતીએ પાડોશીના ફોનથી પતિને ખબર અંતર પૂછવા કોલ કર્યો હતો. ફોન ઉપર જ પોતાને તેડી જવાની વાત કહેતાં પતિએ આવેશમાં આવી તલાક! તલાક! તલાક! કહી છૂટાંછેડાં આપી દેતાં યુવતી હેબતાઈ ગઈ હતી. પોતાની સાથે થયેલાં અન્યાયને લઇને તેણે પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.