Biperjoy:વાવાઝોડની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રસાશન એલર્ટ મોડ પર છે. પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડમાં NDRF સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.


વાવાઝોડાની અસરથી જાફરાબાદ ના દરિયાઈ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ગઇ કાલ બપોર બાદ દરિયામાં ભારે પવન સાથે કરન્ટ જોવા મળી રહ્યો હતો  25 થી 30 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયાઈ એ જાણે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે. જેના પગલે દરિયાઈ વિસ્તારના રોહિસા વડેરા શિયાળ બેટ ધારા બંદર સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.  જિલ્લા પ્રશાસન વાવાઝોડાને લઈ સજ્જ છે.


વાવાઝોડાની સંભાવનાને લઈને નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ છે. ગણદેવીના છ અને જલાલપોરના 10 મળી કુલ 16 ગામોને  એલર્ટ કરવામાં આવ્યાં છે. વર્ગ-1ના અધિકારીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી દરિયાકાંઠે ન જવા કરી અપીલ  કરી હતી.


દરિયાકાંઠાના 16 ગામોને કરાયા એલર્ટ


સૌરાષ્ટ્રમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઇને  ઓખા-બેટ દ્વારકાની ફેરી બોટ સર્વિસ બંધ કરી દેવાઇ છે. તો  જૂનાગઢ ગિરનાર રોપ વે પણ બંધ કરવામા આવ્યું છે. તમામ બીચ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને બધ કરી દેવાયા છે.  નવસારીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રશાસન ચેતવણીરૂપે જાહેરાત કરી રહ્યાં છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રિક્ષા ફેરવીને લોકોને સચેત કરવામાં આવી રહ્યાં છે. વાવાઝોડું બિપરજોય પોરબંદરથી 500 કિલોમીટર દુર છે. ત્યારે  દરિયાકાંઠાના ગામોને  એલર્ટ કરવામાં આવ્યાં છે... રાહત બચાવના સાધનો સાથે NDRFની ટીમે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોરચો સંભાળ્યો છે. હાલ પોરબંદર દરિયામાં કરંટ  હોવાથી ચોપાટી અને દરિયાકાંઠે લોકોને ન જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


વાવાઝોડાને લઈને કચ્છ જિલ્લા પ્રશાસન પણ એક્શન મોડમાં.. રાજકોટથી SDRFની એક ટીમ જખૌ બંદર પર પહોંચી.. SDRFની એક ટીમના 19 જવાનો સહાય અને બચાવના સાધનો સાથે તૈનાત કરી દીધી છે


વાવાઝોડાની લઈને સુરતના ડુમસ અને સુંવાલી બીચને બંધ કરી CISFના જવાનોનું પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.. 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા અહી દરિયામાં આઠથી દસ ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. પ્રસાશને  42 ગામોને એલર્ટ કરી દીધા છે.