રાજ્યમાં ભારે વરસાદને લઈને રવિવારે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા મુલતવી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Aug 2019 04:55 PM (IST)
ભારે વરસાદની આગાહીને લઇને આવતીકાલની તમામ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે, નવી તારીખોની બાદમા જાહેરાત કરવામાં આવશે.
ગાંધીનગર: રાજ્યમાં ભારે વરસાદની આગાહીના કારણે રવિવારે 11મી ઓગસ્ટના રોજ યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજ્માં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે 11 ઓગષ્ટ રવિવારે રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની લેવાનારી સુપર વાઈઝર, ઇન્સટ્રક્ટર, ઇલેટ્રીકલ ગ્રુપ તેમજ કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3 સંવર્ગોની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઇને આવતીકાલની તમામ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે, નવી તારીખોની બાદમા જાહેરાત કરવામાં આવશે.