Gujarat Rain:ધોધમાર વરસાદની રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે..207 જળાશયોમાં 14 સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.સરદાર સરોવર ડેમમાં 53.90 ટકા જળસંગ્રહ છે..સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 38.31 ટકા પાણીનો જથ્થો છે..ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 47.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 31.17 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 34.59 ટકા, કચ્છના 20 જળાશયમાં 54.43 ટકા પાણીનો જથ્થો છે.


દક્ષિણ ગુજરાતના 13 પૈકી  એક ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે. કચ્છના 20 પૈકી 4 ડેમ પુર્ણતઃસપાટીએ પહોંચ્યા છે.અત્યારે તાપીનો ડોસાવાડા, ગીર સોમનાથનો મચ્છુન્દ્રી, જૂનાગઢનો મોતા,ગુજરીયા, ઉબેણ ડેમ પણ  સંપૂર્ણ ભરાઇ ગયો છે. તો અમરેલીના વડિયા અને સાકરોળીનો ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે..રાજકોટના સોડવદર ડેમ, મોજ ડેમ, જામનગરનો વાગડીયા, સપડા અને રૂપારેલ ડેમસંપૂર્ણ ભરાઇ ગયો છે.મહેસાણાના ધરોઈ ડેમમાં નવા નીરની આવક  થતાં જળ સપાટી 609.13 ફુટ પર પહોંચી છે.ધરોઈ ડેમમાં હાલ 14 હજાર 722 ક્યુસેક પાણીની આવક  થઇ છે.


સૌરાષ્ટ્રના નવ, કચ્છના ચાર, દક્ષિણ  ગુજરાતનો એક સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે. ગીર સોમનાથનો હિરણ-2 ડેમ 70 ટકા ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં હિરણ-2 ડેમ ડીઝાઇન સ્ટોરેજના 70 % એટલે કે આર.એલ. 69.60 મીટર, ઉંડાઇ 7.19 મીટર તથા જીવંત જથ્થો 23.499 એમ.સી.યુ. એમ. જેટલો ભરાયેલ હોય છે,સરદાર સરોવર ડેમમાં 53.90 ટકા જળસંગ્રહ છેસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 38.31 ટકા જળસંગ્રહ છે. કચ્છના 20 જળાશયોમાં 54.43 ટકા જળસંગ્રહ છે. ઉ. ગુજરાતના 15 જળાશયોમાં 47.25 ટકા જળસંગ્રહ છે,દ.ગુજરાતના 13 જળાશયોમાં 34.59 ટકા જળસંગ્રહ છે,મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 31.17 ટકા જળસંગ્રહ છે.


ગુજરાતમાં આજે વરસાદી માહોલ


હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતમાં મેઘ મહેર રહેશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદનો હવામાન વિભાગનો અનુમાન છે.  જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાથે માછીમારોને હજુ ત્રણ દિવસ દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની માહિતી મુજબ હાલ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે.