Rain Update: નવસારી અને વલસાડમાં ભારે વરસાદના પગલે મોટાભાગની નદી ભયજનક સપાટી વટાવી છે. જેના પગલે શાળા કોલેજમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. ગણદેવી,ચીખલી,ખેરગામ,બીલીમોરા,ધરમપુર, કપરાડામાં આજે શિક્ષણ કાર્ય બંધ રહેશે, બે મજબૂત વરસાદી સિસ્ટમના કારણે છેલ્લા ત્રણથી 4 દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધોયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો 78.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આજે પણ વરસાદને લઇને નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સતત ભારે વરસાદના કારણે નવસારી અને વલસાડની નજકની નદીઓ ભયજનક સપાટી વટાવી વહી રહી છે.જેના કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ છે અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.
પૂર પ્રભાવિત નવસારી, વલસાડમાં આજે શાળા કોલેજમાં રજા જાહેર કરવાં આવી છે. નવસારીના ગણદેવી, ચીખલી તાલુકામાંઉપરાંત . નવસારીના ખેરગામ, વલસાડના ધરમપુર અને કપરાડા, વલસાડ તાલુકામાં શાળા-કોલેજમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારની નવસારીની કાવેરી,અંબિકા, પૂર્ણા નદી ભયજનક સપાટી વહાવીને વહી રહી છે. નદીઓના પાણીથી બીલીમોરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બીલીમોરા શહેરનો 40 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
ડાંગ,તાપીમાં વરસેલા વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા છે. અંબિકા, કાવેરી નદીએ પણ ભયજનક સપાટી વટાવી છે. દરિયાઈ ભરતી હોવાથી પાણી ન ઉતરતા પ્રશાસન થયું દોડતુ થયું છે.અંબિકા નદીના પાણીથી નવસારીનો ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત થયો છે. અમલસાડના તમામ ગામમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યાં છે. અંબિકા નદીના બ્રિજને પણ બંધ કરી દેવાયો છે.
નવસારીના ભાઠા ગામમાં વિકટ સ્થિતિ સર્જાઇ છે. ભાઠા ગામના તમામ મકાનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ગામમાં આવેલા વિદ્યામંદિરમાં પણ પાણી ભરાઇ ચૂક્યાં છે. મુખ્ય રોડ પરનું આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થઇ જતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
નવસારી જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ આફતરૂપ બન્યો છે. ઉપરવાસના વરસાદથી નદીઓના પાણીના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થતાં લોકોની ચિંતા વધી છે. નદીના પટના વિસ્તાર જળમગ્ન બન્યા છે. ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં નદીના પાણી ફરી વળતા જળબંબાકાર જેવી સ્થિતિ છે. નવસારીના રાંધલ ગામમાં અંબિકા નદીના પાણી ભરાતા નવ ફૂટ સુધીનો વિસ્તાર જળમગ્ન બન્યો છે. નદીના પાણી ગામમાં ઘૂસતા જનજીવન પ્રભાવિત થયું છે. રાંધલ ગામમાંથી અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.