અમદાવાદ:મંથર ગતિએ ચાલતા મેટ્રો ટ્રેનના કામના  કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. મેટ્રો ટ્રેનના કામના કારણે શહેરમાં એક જ સમયે ત્રણ અલગ અલગ માર્ગ બંધ કરાયા છે. સ્વસ્તિક ચાર રસ્તાથી નવરંગપુરા કોમર્સ કોલેજ તરફ જવાનો માર્ગ બંધ કરાયો છે. મેટ્રોના પિલર નંબર 208 થી 213 તરફનો માર્ગ બંધ કરાયો છે.



મેટ્રોની કામગીરીના પગલે બે મહિના સુધી માર્ગ બંધ રહેશે. તો સ્ટેડિયમ ચાર રસ્તાથી નવરંગપુરા છ રસ્તા સુધી જે માર્ગ જાય છે તે  માર્ગ પણ બંધ કરી દેવાયો છે. મંથરગતિએ ચાલતી કામગીરીના કારણે વાહનવ્યવહારને ડાયવર્ઝન અપાયું છે.


મેટ્રો ફેઝ-2ની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી માર્ગ બંધ કરી દેવાયા છે. ઉલ્લેખનિય છે કેસ પિલર નંબર 208થી 213  માર્ગ બંધ કરી દેવાયો છે. આ રસ્તો 2 મહિના સુધી બંધ રહેશે, ઉલ્લેખનિય છે કે, મેટ્રો જે શાહપુર ટર્નલમાંથી બહાર નીકળીને અમદાવાદના પશ્ચિમના રૂટમાં દોડશે. તે પહેલા આ સૌથી પહેલું જંકશન આવશે.


આ સિવાય જીવરાજ પાર્ક બ્રીજને પણ બંઘ કરી દેવાયો છે. આ સાથે શાહપુર પાસે ટી સર્કલ છે તેને પણ મેટ્રો પ્રશાસન દ્રારા બંધ કરી દેવાયું છે, ખાનપુર વિસ્તારમાં પણ રૂટ બંધ કરી દેવાયો છે. જેથી વાહન ચાલકોએ રિવરફ્રન્ટના માર્ગેથી પસાર થવું પડે છે. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં અનેક કોમર્શિયલ એકમો છે. જેથી અહીં નોકરી કરતા અને વ્યવસાય માટે આવતા લોકોને બ્રીજ બંધ હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


મેટ્રો ટ્રેનનું ફેઝ-2નું કામ શરૂ થતાં આ માર્ગેને બંધ કરી દેવાયા છે. મેટ્રો ટ્રેન આમ તો લોકોની સુવિધા માટે બની રહી છે પરંતુ તેની કામગીરીને કારણે કેટલાક માર્ગે બંધ કરી દેવાતા અને કેટલાક રસ્તોમાં ડાયવર્ટ કરી દેવાતા ટ્રાફિક જામ જેવી સમસ્યાનો પણ વાહન ચાલક સામનો કરી રહ્યાં છે.