Mango Price:કમોસમી વરસાદે આ વર્ષે પણ કેરીની મજા બગાડી છે. કેરીનું બમ્પર ઉત્પાદન થવાનું હતું પરંતુ માવઠાના કારણે ભારે નુકસાન થયું.
કમોસમી વરસાદે કેરીની મજા બગાડી છે. કેશર કરીના પાકમા મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. સૌરાષ્ટ્ર મોટા ભાગના જીલ્લાઓમાં કેરીના પાકમા નુકશાન થયુ છે. સતત બે વખત કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. કેરીના પાકમાં નુકસાન થતા કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે,ગત વર્ષ કરતાં પણ આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચશે. રાજકોટ શહેરમાં એક કિલો કેરીના ભાવ 350 થી 400 રૂપિયા છે. કેરીના ભાવ ઊંચા હોવા છતાં પણ ક્વોલિટી પણ સારી નથી મળી રહી. હાલમાં સૌથી વધુ રત્નાગીરી મહારાષ્ટ્રની હાફૂસ કેરીની આવક થઇ રહી છે. તો તો સાઉથ ના અલગ અલગ રાજ્યોમાંથી લાલબાગની પણ આવક પણ થઇ રહી છે. ર જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર તથા અમરેલી પંથકમાંથી પણ કેરીની આવક થઇ રહી છે. કેસરમાં આ વખતે બમ્પર ઉત્પાદન આવવાનું હતું પરંતુ કમનસીબે બે વખત કમોસમી વરસાદ કરા સાથે પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદે કેરીના પાક સહિત તરબૂચ સહિતના પાકને નુકસાન થયું છે. કેરી પકવતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન
કેરીના હાલના ભાવ
- કેસર કેરી પ્રતિ કિલો- રૂપિયા 350 થી 400
- ફાફુસ કેરી પ્રતિ કિલો – રૂપિયા 300 થી 400
- લાલબા પ્રતિ કિલો રૂપિયા 200 થી 250
ધારી તાલુકામાં સરસિયામાં ગાજવીજ સાથે વરસાદ પડતાં કેરીના પાકને ભારે નુકસા થયું છે. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ગઈકાલ સાંજે પડેલા કમોસમી વરસાદથી કિસાનોને ભારે નુકસાની થઈ છે.. વરસાદથી ચણા, કેરી અને ચીકુના પાકને નુકસાની થતા ધરતી પુત્રોની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે..
જુનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.. જેને પગલે ધરતી પુત્રો ઉપર વધુ એક આફત આવી પડી હતી.. કેરી અને ચીકુના ઉત્પાદન લેતા ખેડૂતોને આ કમોસમી વરસાદથી આર્થિક રીતે મોટી નુકસાની થઈ છે.. કેરીના પાકનું ઉત્પાદન લેતા ખેડૂતોનું માનીએ તો ગત સાલ સિઝન દરમિયાન તેમને ત્રણ લાખની છ વિઘાના આંબાના બગીચામાં આવક થઈ હતી.. તે આ વર્ષે માવઠાના કારણે 50 ટકાનો તેમાં ઘટાડો નોંધાશે.. બીજી તરફ પવનના કારણે મોટાભાગના ચીકુ પણ ખરી પડ્યા છે.. ચીકુનું ઉત્પાદન લેતા ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી હતી કે સરકાર આ મામલે સત્વરે તેમને સહાય જાહેર કરે..