સુરત: સુરત જિલ્લાના ઓલપાડમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.  સાયણ રોડ પર આવેલી રોયલ રેસિડન્સીના એક મકાનમાં નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતુ હતું.બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પામ અને વેજિટેબલ ઓઈલના ડબ્બા મળી આવ્યા હતા. 




જ્યારે મકાનના અન્ય એક રૂમમાં અલગ અલગ ઓઈલ, રસાયણ અને એસેન્સની મદદથી નકલી ઘી બનાવાતું હતું. પોલીસ તમામે મુદ્દામાલ કબ્જે કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે. હાલ તો ઘીના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.  


અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર-એસટી વચ્ચે અકસ્માત


અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. કસ્માત ની જાણ થતાં જ 108ની નડીયાદ, આણંદ, ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને સારવાર શરૂ કરી હતી. એસયુવી કાર અચાનક રોંગ સાઇડ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોનેને સારવાર માટે નડીયાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. 


જામનગરમાં ટ્રક અડફેટે બાઇક સવાર બે લોકોનાં મોત


જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટમાં લઈ લેતાં બાઈક ચાલક યુવાનનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તરુણને પણ ગંભીર ઇજા થયા પછી જી.જી. હોસ્પિટલમાં તેણે સારવાર દરમિયાન દમ તોડયો હતો. જામનગર તાલુકાના મૂળ સૂર્યપરા ગામનો વતની અને હાલ જામનગરમાં મયુર ટાઉનશીપની પાછળ ખોડીયાર નગરમાં રહેતો પિયુષ જમનભાઈ મૂંગરા નામનો 33 વર્ષનો યુવાન પોતાના બાઈકમાં પ્રિન્સ અશ્વિનભાઈ નામના 16 વર્ષના તરુણને પાછળ બેસાડીને લાલપુર બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકના ચાલક પિયુષ જમનભાઈ મુંગરાનું સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા પ્રિન્સને પણ ગંભીર ઇજા થઈ હતી અને 108  એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતમાં એક સાથે બંનેના મૃત્યુને લઈને ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial