ભુજઃ કચ્છના ધોળાવીરામા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ધોળાવીરામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે બપોરે 12.08 કલાકે નોંધાયો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ધોળાવીરાથી 23 કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. 



બે દિવસ પહેલા જામનગર શહેરમાં 4.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતું. જામનગરથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું કેંદ્ર બિંદુ નોંધાયું હતું. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


19મી ઓગસ્ટે જામનગરની સાથે ઉત્તર પ્રદેશ અને કશ્મીર બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકો આ કારણે ડરી ગયા હતા પરંતુ ખાસ જાનહાનિ જોવા મળી નહોતી. ઉત્તરપ્રદેશના મેરઠમાં ભૂકંપના ઝટકા અનુભવાયાં હતા. જેની તીવ્રતા 2.7ની નોંધાઈ હતી. જમ્મુ કશ્મીરના કટરામાં  વહેલી સવારે 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


મિઝોરમાં પણ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપ મણિપુરના ઉખરુલ વિસ્તારમાં રાત્રે 9.02 વાગ્યે આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં આ બીજી વખત છે જ્યારે ઉત્તર-પૂર્વના કોઈપણ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.


 


જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ