Kutch : કચ્છની ધરા વધુ એક વાર ધણધણી છે. કચ્છમાંભૂકંપનો આચંકોઆ અનુભવાયો છે. સીસ્મોગ્રાફ પર આ ભૂકંપનો આચંકો  3.2ની તીવ્રતાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ભૂકંપ અંગે હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી. રવિવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ જણાવ્યું હતું કે ભૂકંપ 12.49 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્ર કચ્છ જિલ્લાના રાપરથી એક કિમી દક્ષિણપશ્ચિમમાં 12.2 કિમીની ઊંડાઈએ હતું.






એક મહિનામાં પાંચમી વાર ધરા ધ્રુજી
ISR અનુસાર, છેલ્લા ચાર આંચકા જિલ્લાના રાપર, દુધઇ અને લખપત શહેરો નજીક અનુભવાયા હતા.જિલ્લા વહીવટીતંત્રના અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી.કચ્છ જિલ્લો ખૂબ જ ઉચ્ચ જોખમ ધરાવતા સિસ્મિક ઝોનમાં આવેલો છે અને ત્યાં નિયમિત રીતે ઓછી તીવ્રતાના આંચકા આવે છે.26 જાન્યુઆરી 2001ના રોજ, જિલ્લામાં તીવ્ર ભૂકંપ આવ્યો, જેમાં 13,800 લોકો માર્યા ગયા અને લગભગ 1.67 લાખ લોકો ઘાયલ થયા.


આંદામાન અને નિકોબારમાં  4.9ની તીવ્રતાનો ભૂકંપ 
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેમ્પબેલ ખાડીમાં રવિવારે સવારે રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. કેમ્પબેલ ખાડીથી 70 કિમી ઉત્તરપૂર્વમાં સવારે 07:02 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. NCS મુજબ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કેમ્પબેલ ખાડીમાં રિક્ટર સ્કેલ પર 4.4 માપવાના બીજા ભૂકંપના ત્રણ દિવસ પછી આ આ ભૂકંપ આવ્યો છે.