શોધખોળ કરો

Groundnut Oil Price: સિંગતેલના ભાવમાં ભડકો, માવઠાના કારણે ડબ્બાનો ભાવ 2430 સુધી પહોંચ્યો, પીલાણયુક્ત મગફળી ઘટી

Groundnut Oil Price increased: સીંગતેલના ભાવનાં ફરી એકવાર વધારો થયો છે, ગુજરાતમાં માર્કેટમાં અત્યારે સીંગતેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો નોંધાયો છે

Groundnut Oil Price increased: ગુજરાતમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં જોરદાર વધારો નોંધાયા છે, વરસાદી માહોલ વચ્ચે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, અચાનક ભાવ વધી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. આજે રાજ્યમાં ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ખાસ કરીને સીંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં અત્યારે સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનું જોર છે જેના કારણે મગફળી સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. 

સીંગતેલના ભાવનાં ફરી એકવાર વધારો થયો છે, ગુજરાતમાં માર્કેટમાં અત્યારે સીંગતેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો નોંધાયો છે. સીંગતેલના એક ડબ્બાનો ભાવ 2380 થી 2430 બોલાયા છે. ખાસ વાત છે કે, વરસાદી માહોલના કારણે પીલાણયુક્ત મગફળી ઓછી આવતા સીંગતેલના ભાવમાં આ અચાનક વધારો ઝીંકાયો છે. પરંતુ જો ફરી એકવાર મગફળીની બમ્પર આવક થશે તો ફરી તેલના ભાવમાં ઘટાડાની શક્યતા છે.

આ વર્ષે મગફળીનો નીચામાં નીચો ભાવ 700 રૂપિયા આસપાસ અને ઊંચામાં ઊંચો 1,300 રૂપિયા આસપાસ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અમને મગફળીના ભાવ 1,300-1,400 રૂપિયા મળવા જોઈએ, પરંતુ હાલમાં અમને મગફળીના ભાવ 1,150 રૂપિયા આસપાસ મળી રહ્યા છે.

મગફળીના ભાવ યોગ્ય નથી: ખેડૂત
ખેડૂતો જણાવે છે કે શરૂઆતમાં મગફળીના ભાવ 1,151 રૂપિયા ભરવામાં આવ્યા છે, જે અમારે માટે સંતોષકારક નથી. અમને 1,300 રૂપિયા આસપાસના ભાવની આશા હતી. સરકાર ટેકાના ભાવે ખરીદી તો કરે છે, પરંતુ અમારો વારો આવતો નથી અને પૈસા પણ મોડા મળે છે. ગયા વર્ષે અમને 1,200 રૂપિયા મળ્યા હતા અને આ વર્ષે માત્ર 1,100 રૂપિયા જ મળ્યા છે. મગફળીનું વાવેતર કરવામાં એક વીઘે 15થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જે અમને પોષાતો નથી.

ખેડૂતો માટે આજે સહાય પેકેજની કરાશે જાહેરાત

છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે આજે સહાય પેકેજની જાહેરાત કરાશે. આજે મળનારી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બાદ સહાય પેકેજની રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરાશે. રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાંખ્યા છે. મુખ્યમંત્રીએ પાંચ મંત્રીઓને માવઠાથી સૌથી પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેવા આદેશ કર્યો હતો. જેના પગલે કૃષિમંત્રી જીતુ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, ડૉ. પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ અને ડૉ. જયરામ ગામિતને અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં અધિકારીઓ સાથે બેઠક બાદ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી. ખેડૂતોના ખેતરના નિરીક્ષણ બાદ મંત્રીઓએ માવઠાએ કહેર મચાવ્યાનો સ્વીકાર કર્યો હતો. આટલું જ નહીં સૌરાષ્ટ્રના ધારાસભ્યોની રજૂઆતના પગલે મુખ્યમંત્રીએ સ્થળ તપાસ બાદ તાત્કાલિક રિપોર્ટ ફાઈલ કરવાના પણ આદેશ કર્યા હતાં. મુખ્યમંત્રીના આદેશ બાદ સ્થળ નિરીક્ષણ બાદ મંત્રીઓએ રિપોર્ટ પણ તે જ દિવસે ફાઈલ કરી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
Advertisement

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
Embed widget