Groundnut Oil Price increased: ગુજરાતમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં જોરદાર વધારો નોંધાયા છે, વરસાદી માહોલ વચ્ચે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, અચાનક ભાવ વધી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. આજે રાજ્યમાં ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ખાસ કરીને સીંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં અત્યારે સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનું જોર છે જેના કારણે મગફળી સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. 

Continues below advertisement

સીંગતેલના ભાવનાં ફરી એકવાર વધારો થયો છે, ગુજરાતમાં માર્કેટમાં અત્યારે સીંગતેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો નોંધાયો છે. સીંગતેલના એક ડબ્બાનો ભાવ 2380 થી 2430 બોલાયા છે. ખાસ વાત છે કે, વરસાદી માહોલના કારણે પીલાણયુક્ત મગફળી ઓછી આવતા સીંગતેલના ભાવમાં આ અચાનક વધારો ઝીંકાયો છે. પરંતુ જો ફરી એકવાર મગફળીની બમ્પર આવક થશે તો ફરી તેલના ભાવમાં ઘટાડાની શક્યતા છે.

આ વર્ષે મગફળીનો નીચામાં નીચો ભાવ 700 રૂપિયા આસપાસ અને ઊંચામાં ઊંચો 1,300 રૂપિયા આસપાસ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અમને મગફળીના ભાવ 1,300-1,400 રૂપિયા મળવા જોઈએ, પરંતુ હાલમાં અમને મગફળીના ભાવ 1,150 રૂપિયા આસપાસ મળી રહ્યા છે.

Continues below advertisement

મગફળીના ભાવ યોગ્ય નથી: ખેડૂતખેડૂતો જણાવે છે કે શરૂઆતમાં મગફળીના ભાવ 1,151 રૂપિયા ભરવામાં આવ્યા છે, જે અમારે માટે સંતોષકારક નથી. અમને 1,300 રૂપિયા આસપાસના ભાવની આશા હતી. સરકાર ટેકાના ભાવે ખરીદી તો કરે છે, પરંતુ અમારો વારો આવતો નથી અને પૈસા પણ મોડા મળે છે. ગયા વર્ષે અમને 1,200 રૂપિયા મળ્યા હતા અને આ વર્ષે માત્ર 1,100 રૂપિયા જ મળ્યા છે. મગફળીનું વાવેતર કરવામાં એક વીઘે 15થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જે અમને પોષાતો નથી.

ખેડૂતો માટે આજે સહાય પેકેજની કરાશે જાહેરાત

છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે આજે સહાય પેકેજની જાહેરાત કરાશે. આજે મળનારી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બાદ સહાય પેકેજની રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરાશે. રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાંખ્યા છે. મુખ્યમંત્રીએ પાંચ મંત્રીઓને માવઠાથી સૌથી પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેવા આદેશ કર્યો હતો. જેના પગલે કૃષિમંત્રી જીતુ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, ડૉ. પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ અને ડૉ. જયરામ ગામિતને અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં અધિકારીઓ સાથે બેઠક બાદ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી. ખેડૂતોના ખેતરના નિરીક્ષણ બાદ મંત્રીઓએ માવઠાએ કહેર મચાવ્યાનો સ્વીકાર કર્યો હતો. આટલું જ નહીં સૌરાષ્ટ્રના ધારાસભ્યોની રજૂઆતના પગલે મુખ્યમંત્રીએ સ્થળ તપાસ બાદ તાત્કાલિક રિપોર્ટ ફાઈલ કરવાના પણ આદેશ કર્યા હતાં. મુખ્યમંત્રીના આદેશ બાદ સ્થળ નિરીક્ષણ બાદ મંત્રીઓએ રિપોર્ટ પણ તે જ દિવસે ફાઈલ કરી દીધો હતો.