અમદાવાદઃ ગુજરાતમાં શાળા-કોલેજો ક્યારે ખૂલશે એ મુદ્દે અટકળો ચાલી રહી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. શાળા ખોલવાં સંદર્ભ શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે, રાજ્યમાં શાળા ખુલવાની જ છે.


તેમણે કહ્યું કે, સ્કૂલો-કોલેજો ખોલવા અંગે રાજ્ય સરકારની હાઈલેવલ કમિટી વિચારણા કરશે અને સરકાર જાન્યુઆરીમાં તબક્કાવાર રીતે સ્કૂલો ખોલાશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બનાવાયેલી હાઈલેવલ કમિટી તમામ સ્થિતિની ચર્ચા કરી નિર્ણય કરશે. હાઈ પવાર કમિટીના નિર્ણય બાદ શાળા કૉલેજ ખોલવા મુદ્દે અંતિમ નિર્ણય લેવાશે.

રસપ્રદ બાબત એ છે કે, હજુ થોડા દિવસ પહેલાં જ ચુડાસમાએ કહેલું કે, રાજ્યમાં શાળાઓ ચાલુ કરવાની હાલમાં રાજ્ય સરકારની કોઈ વિચારણા નથી. રાજ્યવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહં ચુડાસમાએ કહેલું કે, દેશનાં કેટલાકં રાજ્યોમાં સ્કૂલ-કોલેજો ચાલુ કરવામાં આવી છે તેના કારણે ગુજરાતમાં પણ સ્કૂલ-કોલેજો ચાલુ થશે કે નહીં એ મુદ્દે ચાલી રહેલી અટકળો ખોટી છે અને હાલમાં સ્કૂલો ખોલવાની કોઈ વિચારણા નથી. હવે ત્રણ દિવસમાં જ સરકારે અલગ નિવેદન આપ્યું છે.

ગુજરાત સરકારે 23 નવેમ્બરથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. દિવાળીના વેકેશ પછી લાભ પાંચમથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવાની જાહેરાત કરીને એસઓપી પણ બહાર પાડી દેવાઈ હતી પણ કોરોનાના કેસો વધતાં આ નિર્ણય મોકૂફ રખાયો હતો.