ગાંધીનગર: રાજ્યની 8 હજાર 684 ગ્રામ પંચાયતોમાં આવતીકાલે મતદાન થશે. રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આવતીકાલે સવારે 7થી સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. સરપંચની ચૂંટણી માટે 27 હજાર 200 ઉમેદવારો વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ 1 કરોડ 82 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 


આ ચૂંટણી માટે 23 હજાર 97 મતદાન મથકો પૈકી 6 હજાર 656 મતદાન મથકો સંવેદનશીલ, 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયામાં 1 લાખ 94 હજાર 586 જેટલા અધિકારી ફરજ પર રહેશે. આજે ચૂંટણીને લગતું સાહિત્ય, મતકુટીર, મતદાન પેટી, બેલેટ પેપર વગેરેનું વિતરણ કરવામાં આવશે. પ્રીસાઈડીંગ ઓફીસર સહિતનો પોલીંગ સ્ટાફ આજે જ વિવિધ સામગ્ર સાથે મતદાન મથકો પર પહોંચી જશે. 


પેપર લીક કાંડને લઈને NSUI અને યુથ કોંગ્રેસનું વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન


અમદાવાદ:  પેપર લીક કાંડ અંગે  ગુજરાત કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. યુથ કૉંગ્રેસે વિરોધ નોંધાવી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ કરી છે. આ તમામ આસિત વોરાના ઘરની બહાર ભેગા થયા હતા. અસિત વોરા ઘરે પહોંચે તે પહેલાં જ કરવામાં આવી અટકાયત.  રોડ ઉપર ઉડાડવામાં આવી નકલી 2000ની નોટો.  પેપર લીક કાંડ મુદ્દે આસિત વોરાના રાજીનામાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે.  હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 



પેપર લીક કાંડમાં  ભાજપ સરકારના વિરોધમાં ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા દાહોદમાં  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  ગુજરાત યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા અમદાવાદના મણિનગર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.



ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે લેવાયા છે. આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરતા 23 લાખ રકમ મળી આવી. આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.