ગાંધીનગર:   ગુજરાત ગૌણ સેવા પંસંદગી મંડળની બિન સચિવાલય સેવા કારકુન અને સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3ની સંવર્ગ પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.   13 ફેબ્રુઆરીએ આ પરીક્ષા  યોજાવાની હતી.  ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે.   વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- 3ની પરીક્ષા આવતા રવિવારના રોજ યોજાવાની હતી. જો કે હવે આગામી દિવસોમાં નવી તારીખ જાહેરાત કરવામાં આવશે.   3 વર્ષ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આવતી કાલે યોજાવા જઈ રહી હતી. અગાઉ 20 ઑક્ટોબર, 2019 અને 17 નવેમ્બર, 2019ના રોજ પણ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.


3901 જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ પરીક્ષા લેવામાં આવનાર હતી. 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામા બેસનાર હતા. આ પરીક્ષા ફરી એક વખત મોકૂફ રહી છે.  આ અગાઉ બે વખત આજ પરીક્ષા મોકૂફ રખાઈ હતી. 


ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી


હેડ ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારી કરનાર 2.43 લાખ પૈકી 88 હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા યોજાયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે પેપર લીક થયું હોવાનું જાહેર કરતાં, પહેલાં તો ગૌણ સેવા પસંદગી મંડળે ઇન્કાર કર્યો હતો અને સરકારે પણ આક્ષેપો ફગાવ્યા હતા. પરંતુ પુરાવા ચકાસ્યા બાદ પેપર લીક થયું હોવાનું જણાતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.