By-Election:કડીમાં કોંગ્રેસ ઉમેદવારને લઈ abp અસ્મિતાની EXCLUSIVE જાણકારી આવી છે. પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને કડીથી કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે. કડીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ લગભગ નિશ્ચિત છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2012માં રમેશ ચાવડા કડીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2017માં ભાજપના કરશન સોલંકીએ તેમને હરાવ્યા હતા,સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ લગભગ રમેશ ચાવડાનું નામ નિશ્ચિત છે. રમેશ ચાવડા આજે કે કાલ સુધીમાં ફોર્મ ભરી શકે છે. ભાજપ ઉમેદવારના નામની જાહેરાત બાદ કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરશે.
ઉલ્લેખનિય છે કે, આમ આદમી પાર્ટીએ કડી બેઠક પરથી ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. કડી બેઠક પરથી આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને મેદાને ઉતાર્યા છે,ભાજપે કડી બેઠક પરથી હજુ સુધી નામની જાહેરાત કરી નથી. કડી બેઠક પર ભાજપના ત્રણ ઉમેદવારના નામ સતત ચર્ચામાં છે. કડી બેઠક પર પૂર્વ ધારાસભ્યના પુત્ર પિયુષ સોલંકી ચર્ચામાં છે તો જિલ્લા પંચાયતના સદસ્ય પ્રહલાદ પરમારનું નામ પણ રેસમાં છે. લોકગાયિકા કાજલ મહેરિયાનું નામ પણ કડી બેઠક પર ચર્ચામાં છે.
ઉલ્લેખનિય છે કે,ઉલ્લેખનિય છે કે,ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવસર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. તો બીજી તરફ કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેથી આગામી મહિને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.
વિસાવદરની ચર્ચિત બેઠક
ઉલ્લેખનિય છે કે,વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભાજપને વ્યાપક સફળતા મળી હતી, એમ છતાં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વીસાવદર બેઠક જીતવામાં તે નિષ્ફળ રહ્યો હતો. અહીંથી આમ આદમી પાર્ટીના (આપ) ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટાઈ આવ્યા હતા.જોકે, વર્ષ 2023માં ભાજપમાં જોડાવા માટે તેમણે આપમાંથી તથા ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. એ પછી તેમની ચૂંટણીને પડકારતી કેટલીક અરજીઓ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી.પાછળથી આ અરજીઓ પાછી ખેંચી લેવામાં આવી હતી અને વીસાવદરની બેઠક ઉપર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો.ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ એ પહેલાં જ આપે તેના ગુજરાત એકમના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા.છેલ્લાં લગભગ 18 વર્ષથી ભાજપ આ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યો છે. છેલ્લે વર્ષ 2007માં કનુભાઈ ભલાળા અહીંથી ચૂંટાઈ આવ્યા હતા.વર્ષ 2017માં કૉંગ્રેસના હર્ષદ રીબડિયા ચૂંટાઈ આવ્યા હતા. તેઓ વર્ષ 2014ની પેટાચૂંટણી વખતે પણ વિજયી થયા હતા.