તાપી: રાજ્યમાં અવારનવાર બોગસ તબીબ ઝડપાતા હોય છે, સર્ટીફિકેટ ન હોવા છતા ઘણા લોકો બોગસ ડિગ્રી બનાવી ડૉક્ટર બની પ્રેક્ટિસ કરતા હોય છે. ત્યારે આ પ્રકારનો જ એક બોગસ તબીબનો કેસ તાપી જિલ્લામાં સામે આવ્યો હતો.
તાપીમાં ગત તારીખ 6 મેના રોજ સોનગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાબતે બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે. બોગસ તબીબ હેમંત પાટીલને પોલીસે જંબુસરની એક હોટલમાંથી ઝડપી પાડ્યો છે. બોગસ તબીબ સોનગઢની લોકમાન્ય તિલક મલ્ટીસ્પેશિયલીસ્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો.
આ બોગસ ડૉક્ટરે હોસ્પિટલમાં એક દર્દીનું બે વાર ઓર્થોપેડીકનું ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન નિષ્ફળ જતા તબીબ પર શંકા જતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુનામાં અગાઉ બે આરોપીને ઝડપી લીધા બાદ ફરાર મુખ્ય આરોપી એવા બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો છે.
શેર બજારના વેપારીના અપહરણ કેસમાં પોલીસે કર્યો મોટો ખુલાસો
સુરતના મોટા વરાછાના શેર બ્રોકરના અપહરણ કેસમાં અમદાવાદના 4 સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના શેરબ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણી મામલે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ઘટનામાં જુનાગઢમાં મકબૂલ 1.40 કરોડ, શાબીર 70 લાખ માંગતા હતા.
આ ઘટનાની સમગ્ર વિગતો જોઈએ તો અમદાવાદના શેરબ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણીમાં 4 દિવસ પહેલા મોટા વરાછામાંથી તેના ભાગીદાર સહિત 10 જણાએ કારમાં અપહરણ કરવાના મામલે ઉત્રાણ પોલીસે રવિવારે સાંજે અમદાવાદથી સૂત્રધાર મકબૂલ સોલંકી, શાબીર સોલંકી ,રાજાખાન પઠાણ,સોહીલ ઉર્ફે ગટ્ટ તેમજ કામરેજથી ફીરોજ ગોગદા તથા તેનો ભાઈ ફારૂક ગોગદાને પકડી 4 ફોર વ્હીલ કબજે કરી છે.
પોલીસે સમગ્ર ઘટના અંગે આપી માહિતી
આ ઘટનામાં પોલીસ માહિતી આપતા જણાવ્યું હતું કે સૂત્રધાર મકબૂલ સોલંકી અને શાબીર સોલંકી જૂનાગઢમાં અમીન ટ્રાન્સપોર્ટ અને હોટેલ લાઇનનો વ્યવસાય કરે છે. મકબૂલ સોલંકીએ શેરબ્રોકર શક્તિ ધડુક પાસેથી 1.40 કરોડ લેવાના હતા. આથી તેણે અન્ય આરોપીઓ સાથે શેરબ્રોકરનું અપહરણ કરી અમદાવાદમાં ગોંધી રાખી માર મારી 2.5 કરોડની માંગણી કરી હતી, જ્યારે શાબીર સોલંકીએ 70 લાખ લેવાના હતા. અમદાવાદમાં રહેતા શેરબ્રોકર શક્તિ ધડુકે 5 જણા પાસેથી 10 ટકા વ્યાજે 2.37 કરોડ રકમ લઈ શેરબજારમાં રોકાણ કર્યું હતું. શેરબજારમાં મોટું નુકસાન થતા લેણદારોનો ત્રાસ વધતા શક્તિ 15 દિવસથી સુરતમાં રહેતો હતો. 19 લાખની ઉઘરાણી કરતો મૌલીક અગ્રાવત હજુ ભાગતો ફરે છે. અગાઉ પોલીસે ભાગીદાર સહિત 3ની ધરપકડ કરી હતી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial