શોધખોળ કરો

Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  

33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે 5100 ટીમોએ હાથ ધર્યો છે.

ગાંધીનગર: ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા આજે ખેડૂતો માટે મહત્વની જાહેરાત સાથે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું  10 હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યુ છે. પાકો માટે એકસમાન ધોરણે સહાય આપવાનો મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે.

10 હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ

આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે 10 હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ આપવાનો નિર્ણય લીધો છે.

22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર

રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે. ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂ. 10 હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.

5 હજારથી વધુ ટીમો કામે લાગી હતી

મુખ્યમંત્રી આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહ્યા છે. એટલું  જ નહિ, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા. 

આ દિશાનિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડેપગે 24X7 કામ કરીને પાક નુકસાનીનો સર્વે/પંચ રોજકામ હાથ ધર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત માટે પણ સૂચનાઓ આપી હતી. 

33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે 5100 ટીમોએ હાથ ધર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Advertisement

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
Embed widget