સાવધાન લાલબતી સમાન કિસ્સો, ફ્રીઝમાં બ્લાસ્ટ થતા પિતા- પુ્ત્ર ગંભીર રીતે દાઝ્યાં
વિજાપુરના જેપુર ગામમાં એક ચૌકાવનારી દુર્ઘટના બની છે. અહીં ફ્રિઝમાં બ્લાસ્ટ થતાં દિવાળીની દિવસે પિતા પુત્રી ગંભીર રીતે દાઝી ગયા છે.

મહેસાણાના વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટની ભયંકર ઘટના બની છે. અહીં ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રીઝમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યાં છે જ્યારે પત્નીને સામાન્ય ઈજા થઇ છે. ઈજાગ્રસ્ત પિતા ગીરધરભાઈ પટેલ અને પુત્ર મૌલિક પટેલને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, રસોડાના બારી-દરવાજાના કાંચ તૂટી ગયા હતા અને ઘરવખરીને નુકસાન થયું હતું.બ્લાસ્ટથી આગ લાગતાની તીવ્રતાથી રસોડાની બહારનો ઝૂલો પણ આગની લપેટમાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં આડોશી-પાડોશીઓએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને આગ પર ર કાબૂ મેળવ્યો હતો.ગંભીર રીતે દાઝેલા પિતા-પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા છે. ઘટનાની જાણ પોલીસને પણ કરાઇ છે. જેથી પોલીસ બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરી છે.ફ્રિજ બ્લાસ્ટના પગલે જેપુર ગામના આંબાવાડીયા વિસ્તારમાં ગભરાટ છવાયો છે.
રેફ્રિજરેટરમાં વિસ્ફોટના સમાચાર સામાન્ય નથી. તમે તાજેતરમાં આવી કોઈ ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. જોકે, એ વાત 1૦૦% સાચી છે કે રેફ્રિજરેટરમાં બ્લાસ્ટથઇ શકે છે અને મોટા અકસ્માતો સર્જી શકે છે. જાલંધરના અવતાર નગરમાં બનેલી તાજેતરની ઘટના તમને તમારા રેફ્રિજરેટર વિશે સતર્ક રહેવાની ચેતવણી આપે છે, કારણ કે આવો તો કોઇને સપનેય ખ્યાલ ન હોય કે, ઘરનું રેફ્રિજરેટર દુર્ઘટનાનું કારણ બની શકે છે.તો રેફ્રિજરેટર વિસ્ફોટના સંભવિત કારણો વિશે જાણીએ અને આવી દુર્ઘટનાને રોકવા માટે તમે શું કરી શકો છો તે પણ જાણીશું.
જ્યારે આપણે રેફ્રિજરેટરમાં વિસ્ફોટ થવાની વાત કરીએ છીએ, ત્યારે રેફ્રિજરેટર પોતે વિસ્ફોટ કરતું નથી, પરંતુ તેનો એક ભાગ છે. તે ભાગને કોમ્પ્રેસર કહેવામાં આવે છે. કોમ્પ્રેસર રેફ્રિજરેટરની પાછળ હોય છે. તેમાં એક પંપ અને એક મોટર છે. આ મોટર પંપ દ્વારા રેફ્રિજન્ટ ગેસ કોઇલમાં મોકલે છે. જેમ જેમ આ ગેસ ઠંડુ થાય છે અને પ્રવાહીમાં ફેરવાય છે, તે રેફ્રિજરેટરમાંથી ગરમી શોષી લે છે અને અંદરની દરેક વસ્તુને ઠંડુ કરે છે. સામાન્ય રીતે રેફ્રિજરેટર આ રીતે કાર્ય કરે છે.
જ્યારે સામાન્ય સ્થિતિ અસામાન્ય બને છે, ત્યારે કોમ્પ્રેસર વિસ્ફોટ કરી શકે છે. જેમ જેમ કોમ્પ્રેસર રેફ્રિજન્ટને સતત ફરતું રાખે છે, તેમ તેમ રેફ્રિજરેટરનો પાછળનો ભાગ ગરમ થાય છે. આનાથી કન્ડેન્સર કોઇલ સંકોચાય છે, જે ગેસનો માર્ગ અવરોધે છે અને તેને બહાર નીકળતો અટકાવે છે. જેમ જેમ ગેસ કોઇલમાં એકઠો થાય છે, તેમ તેમ દબાણ વધે છે. ચોક્કસ બિંદુથી આગળ, આ દબાણ ખતરનાક વિસ્ફોટ તરફ દોરી શકે છે.
કેટલું છે રિસ્ક
આવી ઘટનાઓ સામાન્ય ન હોવાથી, એવું માની શકાય છે કે, રેફ્રિજરેટર સરળતાથી વિસ્ફોટ થતા નથી. જો કે, જો તમારી પાસે 10 વર્ષથી વધુ જૂનું રેફ્રિજરેટર હોય અને તમે તેનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો તમારે સાવધ રહેવાની જરૂર છે. રેફ્રિજરેટર જેટલું જૂનું થાય છે, વિસ્ફોટનું જોખમ એટલું જ વધારે હોય છે. જૂના રેફ્રિજરેટર સાથે તમારે વધુ સાવધાની રાખવાની જરૂર છે.




















