સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પણ આગ બેકાબુ બની હતી. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગમા મુકેલી બોટોમા અચાનક આગ લાગતા વ્યાપક નુકસાન થયું છે. આગ અંગે ખારવા સમાજના અગ્રણી વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે 'આ આગ મોડી રાતે કાબૂમાં આવી હતી. માંગરોળ ઉપરાંત, ચોરવાડ, વેરાવળ ફાયરબ્રિગેડ સંયુક્ત ઑપરેનશ હાથ ધરીને મોટી નુકસાની થતા બચાવી છે.
માંગરોળ બંદરે લાંગરેલી બોટમાં લાગી ભીષણ આગ, બે બોટ બળીને ખાક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jan 2021 03:33 PM (IST)
માંગરોળ બંદરે નવી જેટી પંજાબ વિસ્તાર તરીકે ઓળખાતા બંદર પર લાંગરેલી બોટમાં ભીષણ આગ લાગી હતી.
NEXT
PREV
માંગરોળ: માંગરોળ બંદરે નવી જેટી પંજાબ વિસ્તાર તરીકે ઓળખાતા બંદર પર લાંગરેલી બોટમાં ભીષણ આગ લાગી હતી. જોત જોતામાં આ આગની ઝપટમાં આજુબાજુમાં રહેલી બોટ પણ આવી ગઈ હતી અને તેના કારણે આગના ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ આગને લઈ બાજુમાં રહેલી ત્રણ બોટમાં આગ લાગતા પાંચ બોટમાં ભીષણ આગ લાગી હતી. બેકાબૂ આગને ફાયર બ્રિગેડનો સહારો મળે તે પહેલાં જ પાંચ પૈકીની બે બોટ બળીને ખાક થઇ ગઈ હતી.
સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પણ આગ બેકાબુ બની હતી. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગમા મુકેલી બોટોમા અચાનક આગ લાગતા વ્યાપક નુકસાન થયું છે. આગ અંગે ખારવા સમાજના અગ્રણી વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે 'આ આગ મોડી રાતે કાબૂમાં આવી હતી. માંગરોળ ઉપરાંત, ચોરવાડ, વેરાવળ ફાયરબ્રિગેડ સંયુક્ત ઑપરેનશ હાથ ધરીને મોટી નુકસાની થતા બચાવી છે.
સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પણ આગ બેકાબુ બની હતી. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગમા મુકેલી બોટોમા અચાનક આગ લાગતા વ્યાપક નુકસાન થયું છે. આગ અંગે ખારવા સમાજના અગ્રણી વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે 'આ આગ મોડી રાતે કાબૂમાં આવી હતી. માંગરોળ ઉપરાંત, ચોરવાડ, વેરાવળ ફાયરબ્રિગેડ સંયુક્ત ઑપરેનશ હાથ ધરીને મોટી નુકસાની થતા બચાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -