ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ અંગ દઝાડતી ગરમીની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આકરી ગરમી પડી શકે છે. આવતીકાલથી તાપમાનમાં ફરી બેથીત્રણ ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે. આ તરફ અમદાવાદમાં પણ ચાર દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજયમાં ગરમીના આંકડા
અમદાવાદ 41
સુરત 41
ગાંધીનગર 41
વડોદરા 41
રાજકોટ 41
ભાવનગર 39
બોટાદ 42
બનાસકાંઠા 42
સાબરકાંઠા 40
કચ્છ 42
પાટણ 41
મહેસાણા 41
પંચમહાલ 41
મોરબી 41
જૂનાગઢ 42
ભરુચ 42
નવસારી 39
આપ અને BTP સાથે મળીને બીજેપી સામે લડશેઃ મહેશ વસાવાની મોટી જાહેરાત
અમદાવાદઃ ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેના દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. આપ અને btp પાર્ટી એક થશે. આ દિવસે છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના ચંદેલીયા વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે અને ત્યાર બાદ આદિવાસી મહાસંમેલનનું આયોજન કરશે. ભૂતકાળમાં આદિવાસી સમાજ સાથે સરકારે જે અન્યાય કર્યો છે. ગરીબોને ના સારી સરકારી શાળા ના તો બે સમયનું જમવાનું નસીબ થયું છે.ગામડામાં આદિવાસીઓ ઘર છોડી રહ્યા છે. આપ અને btp સાથે મળીને બીજેપી સામે લડશે.
મહેશ વસાવાએ કહ્યું, આજે ખાસ અહી હાજર થયા છે . આજથી નવી શરૂવાત થવા જઈ રહી છે. છોટુ વસાવાએ ગરીબો અને આદિવાસીઓ માટે મોટી લડત આપી છે. ભૂતકાળની તમાંમ સરકારોએ આદિવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે. Aap અને BTP વચ્ચે લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. ભરૂષના ચંદેલિયા ખાતે છોટુ વસાવા સાથે કેજરીવાલ બેઠક કરશે. ચંદેલિયાના વાઇટ હાઉસ ખાતે 1 મે ના રોજ બેઠક કરશે. ત્યાર બાદ આદિવાસી સંમેલન Aap અને Btp કરશે. કેજરીવાલ 1 તારીખે આવશે ગુજરાત. દેશમાં ગરીબ લોકોને કોઇ ફાયદો થયો નથી. Aapનું અમે દિલ્હીમાં કામ જોયું છે. દિલ્હીની રોજગારીની વાત , પાણીની વાત અને શિક્ષણ વિશે જાણ્યું છે. આ સરકારે સ્કૂલો બંધ કરીને આદિવાસી સમાજને નુકશાન કર્યું છે. કોંગ્રેસ પણ લોકશાહી બંચાવવા આંદોલન કરે છે પરંતુ તેમની સરકારમાં તેમને શું કર્યું.