સેલવાસઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના સુરંગી ગામે દીવાલ ધરાશયી થતા 5ના મોત થયા છે. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. સુરંગી ખાતે નવ નિર્મિત મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની દિવાલ રાત્રીના મુશળધાર વરસાદમાં ધરાશયી થતા 5 મજુરના ઘટના સ્થળે મોત નિપજ્યાની જાણકારી મળી છે, જ્યારે ૨ની હાલત ગંભીર છે. પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ સ્થાનિક સીંદોની ગામના હોવાની જાણકારી મળી છે. ખાનવેલ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી વરસાદમાં કપરી કામગિરી બજાવી ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કર્યા છે.
સેલવાસઃ સુરંગી ગામે દીવાલ ધરાશાયી થતાં 5ના મોત, બેની હાલત ગંભીર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2020 10:30 AM (IST)
સુરંગી ખાતે નવ નિર્મિત મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની દિવાલ રાત્રીના મુશળધાર વરસાદમાં ધરાશયી થતા 5 મજુરના ઘટના સ્થળે મોત નિપજ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -