શોધખોળ કરો

લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર લગ્ન પ્રસંગ દરમિયાન હુમલો, સેલ્ફીના કારણે થયો વિવાદ

Attack On Gujarati Singer Kajal Maheriya's Husband : કાજલ મહેરિયાના પતિ પર હુમલાની ઘટના બની છે. સેલ્ફીના કારણે સમગ્ર મામલે બબાલ થઇ હોવાની માહિતી મળી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પર લગ્ન પ્રસંગે હુમલો થયો.
  • સેલ્ફી બાબતે થયેલી બોલાચાલી બાદ થયો હુમલો.
  • કાર્યક્રમ સ્થળે અને કાર પર પણ હુમલો કરાયો.
  • પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, સમાધાન થયું.

Attack On Gujarati Singer Kajal Maheriya's Husband : ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પર અમદાવાદ જિલ્લાના માંડલ નજીક વિઠલાપુર પાસે આવેલા ડઢાણા ગામમાં હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટના બે દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન યોજાયેલા રાસ-ગરબા કાર્યક્રમ દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનો કાજલ મહેરિયા સાથે સેલ્ફી લેવા માટે આગળ આવ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી, જે પછી મામલો વધુ ઉગ્ર બન્યો હતો. વાત વધતા પરિસ્થિતિ બગડી ગઈ અને કેટલાક શખ્સોએ અલ્પેશ ઠાકોર પર લાકડી અને ધોકાથી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

હુમલાની ઘટનાથી કાર્યક્રમ સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટેજ કાર્યક્રમ દરમિયાન થયેલી આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો છે. સ્થાનિક લોકોએ વચ્ચે પડીને સ્થિતિને શાંત કરી હતી.

આ પણ વાંચો:Gujarat Weather Forecast: 10 મે બાદ આ જિલ્લામાં હિટવેવની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી

માહિતી મુજબ, હુમલા બાદ સ્ટેજ કાર્યક્રમ સહિત કાજલ મહેરિયાની કાર પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. બીજી તરફ, ચર્ચા મુજબ બંને પક્ષો વચ્ચે બાદમાં સમાધાન થઈ ગયું હોવાની પણ માહિતી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કાજલ મહેરિયા અગાઉ પણ પોતાના પ્રેમ લગ્નને લઈને વિવાદમાં રહી ચૂકી છે. તેમણે પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તેમને ધમકીઓ મળતી હોવાના આક્ષેપો પણ તેમણે અગાઉ જાહેર રીતે કર્યા હતા.હાલ આ સમગ્ર ઘટનામાં સેલ્ફી વિવાદ કારણભૂત હતો.                                                                                                               

Frequently Asked Questions

કાજલ મહેરિયાના પતિ પર ક્યાં હુમલો થયો?

કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પર અમદાવાદ જિલ્લાના માંડલ નજીક વિઠલાપુર પાસે આવેલા ડઢાણા ગામમાં હુમલો થયો હતો.

હુમલો શા માટે થયો હતો?

કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનો કાજલ મહેરિયા સાથે સેલ્ફી લેવા આવ્યા હતા, જે બાબતે બોલાચાલી થઈ અને મામલો વકરતા હુમલો થયો.

શું આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે?

ના, આ સમગ્ર ઘટના અંગે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ચર્ચા મુજબ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે.

હુમલા બાદ શું થયું હતું?

હુમલા બાદ સ્ટેજ કાર્યક્રમ અને કાજલ મહેરિયાની કાર પર પણ હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ વચ્ચે પડીને સ્થિતિને શાંત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેકોર્ડબ્રેક
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Patan ABVP Protest : ફી વધારા સામે ABVPનું હેમચંદ્રાચાર્ય યુનિ.માં વિરોધ પ્રદર્શન
Surat Demolition : સુરત ભૂતિયા ડિમોલિશન, મનપા અધિકારીના જુઠ્ઠાણાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ
PM Modi Speech : રાજકીય અસ્થિરતાને કારણે દેશને નુકસાન , PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર, નવા કેપ્ટનની જાહેરાત
ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર, નવા કેપ્ટનની જાહેરાત
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ગૂડ ન્યૂઝ! પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ખતમ; જાણો પ્રતિ લિટરે તમને કેટલો થશે ફાયદો
ગૂડ ન્યૂઝ! પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ખતમ; જાણો પ્રતિ લિટરે તમને કેટલો થશે ફાયદો
'જહન્નુમ બના દેંગે', અમેરિકાની એક્શનથી ગુસ્સે ભરાયુ ઇરાન, કુવૈત-બહેરીનમાં US ઠેકાણાંઓ પર ભારે બૉમ્બમારો, હોર્મુઝ બંધ
'જહન્નુમ બના દેંગે', અમેરિકાની એક્શનથી ગુસ્સે ભરાયુ ઇરાન, કુવૈત-બહેરીનમાં US ઠેકાણાંઓ પર ભારે બૉમ્બમારો, હોર્મુઝ બંધ
કોંગ્રેસ-TMCનું વિલય થશે કે નહીં, આવી ગયો બન્ને પાર્ટીઓને જવાબ, જાણો શું કહ્યું ?
કોંગ્રેસ-TMCનું વિલય થશે કે નહીં, આવી ગયો બન્ને પાર્ટીઓને જવાબ, જાણો શું કહ્યું ?
Embed widget