અમદાવાદઃ ગુજરાતમાં મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીવી જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તામ્રધ્વજ સાહૂની સીનિયર ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઈ છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સાહુની સ્થાનિક સ્વારજની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર પર નજર રાખવા અને સંકલન કરવા માટે સીનિયર ઓબ્ઝર્વર તરીકે નિમમઊક કરી હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. સાહુની નિમણૂંકને પગલે પ્રભારી રાજીવ સાતવની પાંખો કપાઇ હોવાની ચર્ચા છે.


હાઇકમાન્ડે છત્તીસગઢના ગૃહરાજ્ય મંત્રી તામ્રધ્વજ સાહુની કો.ઓર્ડિનેશન કમિટી અને કેમ્પેઇન કમિટીના ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરતાં ગુજરાત કોંગ્રેસમાં પહેલી વાર આવી નિમણૂંક થઈ છે. સાહુ સીધા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને રીપોર્ટ કરશે તેથી રાજીવ સાતવની સત્તામાં કાપ મૂકાયો છે.

પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના વખતમાં જ 20 કરતાં વધુ કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં ગયા હોવાથી પ્રદેશના દિગ્ગજ નેતાઓ રાજીવ સાતવને બદલવા હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરી ચૂકયાં છે. હાઈકમાન્ડે સાતવની સત્તા પર કામ મૂકીને તેમની વાત માની છે.