Rain Forecast :ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વરસાદી માહોલ 20 સપ્ટેમ્બર સુધી રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના કારણે હાલ ફરી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.


જો કે વરસાદના કારણે એક બાજુ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. લાંબા સમયથી  વરસાદે વિરામ લેતા અને ઓગસ્ટ માસ સાવ કોરો ધાકોળ જતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો જો કે ફરી ચોમાસુ સક્રિય થતાં સૂકાઇ રહેલા ઉભા પાકને જીવતદાન મળી ગયું છે. જેથી ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ છે.


સૌરાષ્ટ્રમાં સોમ, મંગળ અને બુધ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગારી કરી છે. સોમવારે બોટાદ અને ભાવનગર, તો મંગળવારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટઆ આપ્યું છે. રાજકોટ સહિતના તમામ જિલ્લામાં મંગળવારથી જ સારા વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.


રાજ્યના ડેમની સ્થિતિ
સૌરાષ્ટ્રના સૌથી વધુ 13 સહિત રાજ્યના 21 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો  દક્ષિણ ગુજરાતના ચાર,તો કચ્છ અને મધ્ય ગુજરાતના બે બે જળાશયો ભરાયેલા છે. છેલ્લા બે દિવસમાં વરસેલા સારા વરસાદથી રાજ્યના એલર્ટ પરના ડેમની સંખ્યા વધીને પહોંચી 131 પર પહોંચી છે. 85 હાઈએલર્ટ, 26 એલર્ટ, તો 20 ડેમ વોર્નિંગ પર છે. 75 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.                                                                                            


આ પણ વાંચો 


Gujrat Rain Forecast: રાજયના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ


PM Modi Birthday Live Updates: PM મોદીના જન્મદિવસને આ રીતે ખાસ બનાવશે BJP, દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભકામના