Rain forecast: રાજ્યમાં હજુ વરસાદી માહોલ યથાવત છે. તો બીજી તરફ આગામી 3 કલાકમાં રાજ્યના જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, રાજકોટ, ખેરા, આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


આગામી 24 કલાકમાં આ જિલ્લામાં પડશે


હવામાન વિભાગના તાજેતરના અપડેટ્સ મુજબ આગામી 24 કલાકમાં ફરી દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ,નવસારી,દમણ અને દાદરાનગરહવેલીમાં વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.


 



28 જુલાઈએ નવસારી, વલસાડ,દમણ અને દાદરાનગરહવેલી માં અતિભારે વરસાદનો અનુમાન છે. સુરત ,ડાંગ અને તાપીમાં  પણ ભારે વરસાદનું અનુમાન છે.  શેર ઝોન છે જેના કારણે 2 દિવસ વરસાદ રહેશે. વરસાદના અનુમાનના કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 45 થી 60 કિમી ની ઝડપે પવન ફૂકાશે. દક્ષિમ ગુજરાત સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય  છૂટા છવાયા વરસાદનો અનુમાન છે.


દિલ્હીમાં કેવું રહશે હવામાન ?
IMD એ ગુરુવારે (27 જુલાઈ) દિલ્હીમાં મધ્યમ વરસાદ માટે આજે માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચથી છ દિવસમાં વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ અને વાદળોના કારણે વાતાવરણ ખુશનુમા રહેશે અને તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


હિમાચલ પ્રદેશમાં શું રહેશે હવામાનની સ્થિતિ ?
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના નવ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે મુજબ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યમથી ભારે વરસાદને કારણે વાદળ ફાટવાને કારણે કેટલાય જિલ્લાઓમાં પૂરનો ભોગ બનેલા હિમાચલ પ્રદેશની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જે 9 જિલ્લાઓ માટે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, તેમાં સોલન, મંડી અને શિમલા જેવા આર્થિક અને પ્રવાસન મહત્વ ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે.


મુંબઇમાં કેવું રહેશે હવામાન ?
હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ, પડોશી થાણે અને રાયગઢ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને થાણે જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટની જાહેર કર્યુ છે. આજે માટે રત્નાગીરી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જ્યારે થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે.