શોધખોળ કરો

Gujarat Weather: રાજ્યમાં 22 એપ્રિલ સુધી ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

Gujarat Weather: સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા ફરી એકવાર ગુજરાત પર માવઠાનું સંકટ તોડાઇ રહ્યું છે. હવામાન વિભાગે 22 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 19-22 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી.
  • એન્ટી સાયક્લોન સિસ્ટમથી ઠંડા પવન, તાપમાન ઘટશે.
  • સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 19મી, પૂર્વ-મધ્યમાં 21-22મીએ વરસાદ.
  • 23 એપ્રિલ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની શક્યતા.

Gujarat Weather:  રાજ્યમાં સતત ગરમીનો પ્રકોપ હાલ અનુભવાઇ રહ્યો છે. જો કે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં એક  એન્ટી સાયક્લોન સિસ્ટમ સર્જાઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 19 એપ્રિલથી 22 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. 19 એપ્રિલથી રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ખાસ કરીને વાતાવરણમાં પલટાની શરૂઆત સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી અને દક્ષિણ ગુજરાતથી થશે. હવામાન વિભાગે ગુજરાતમાં 19થી 22 એપ્રિલ સુધી કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.   વેધરની બદલાતી પેર્ટનને જોતા લગભગ એપ્રિલના અંત સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, જેથી તાપમાનમાં પણ ઘટાડો થશે. 19થી 22 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે  છૂટછવાયો હળવો વરસાદ થઇ શકે છે. 

ઉલ્લેખનિય છે કે, એન્ટી સાયક્લોન સિસ્ટમ સર્જાઇ રહી છે, જેના કારણે ભેજવાળા ઠંડા પવન વહી રહ્યાં છે અને  તાપમાનમાં પણ ઘટાડો થયો છે, એક બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઇ રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં ઠંડા ભેજવાળા પવન વહશે અને તેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. 

19 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને આ ઝોનના દરિયાકાઠાના વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અમરેલી ભાવનગર, બોટાદમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ  21 અને 22 એપ્રિલે ગુજરાતના પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે. 

ગરમીની વાત કરીએ તો રાજ્યમાં હવે ઠંડા અને ભેજવાળા પવનના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને 23 એપ્રિલ બાદ ફરી તાપમાનમાં વધારો થઇ શકે છે.  અન્ય રાજ્યોના હવામાનની સ્થિતિ વિશે વાત કરીએ તો મધ્ય પ્રદેશ ઓડિશા, મહારાષ્ટ્રના મોટાભાગમાં હિટવેવની સ્થિતિ છે.  આ રાજ્યોના મોટાભાગના જિલ્લામાં તાપમાન 42 ડિગ્રી પહોંચ્યું છે.  જ્યારે ઉત્તર ભારતમાં હાલ વહેતા ઠંડા પવનના કારણે ગરમીનું પ્રમાણ ઓછું છે તો પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. 

શુક્રવારે રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું. લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. જોકે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામ થઈ ગયો. દરમિયાન, હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા વિસ્તારો માટે હવામાન અપડેટ્સ જાહેર કર્યા છે.

આગામી બે થી ત્રણ દિવસમાં રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન વધુ વધવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ
Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
Weather Update: દેશના 10 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Weather Update: દેશના 10 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat: ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર, નારી શક્તિ વંદન અધિનિયમને લઇ લાવી શકાય છે પ્રસ્તાવ
Gujarat: ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર, નારી શક્તિ વંદન અધિનિયમને લઇ લાવી શકાય છે પ્રસ્તાવ
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: રાજ્યમાં ફુંકાશે આંધી-વંટોળ..: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
NEET UG 2026 Paper Leak : NEET પેપરલીક મામલે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
Fuel Price Hike : મોંઘવારીનો વધુ એક માર! પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
NEET UG Re-Exam: નીટની પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર
PM Modi Foreign Visit: પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર પીએમ મોદી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાની મોટી જાહેરાત, આગામી વર્ષથી NEET પરીક્ષા હશે કમ્પ્યુટર બેઇઝ્ડ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાની મોટી જાહેરાત, આગામી વર્ષથી NEET પરીક્ષા હશે કમ્પ્યુટર બેઇઝ્ડ
NEETની પરીક્ષાની નવી તારીખ  જાહેર, 21 જૂને  નીટની પરીક્ષા યોજાશે
NEETની પરીક્ષાની નવી તારીખ  જાહેર, 21 જૂને  નીટની પરીક્ષા યોજાશે
Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ
Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ
શું આજે LSG સામે હારતા જ પ્લેઓફમાંથી બહાર થઈ જશે CSK? જાણો ચેન્નાઈનું સમગ્ર સમીકરણ
શું આજે LSG સામે હારતા જ પ્લેઓફમાંથી બહાર થઈ જશે CSK? જાણો ચેન્નાઈનું સમગ્ર સમીકરણ
Gold-Silver Price Crash: બે દિવસમાં 26000 રુપિયા સસ્તી થઈ ચાંદી; આજે સોનામાં પણ બોલ્યો કડાકો
Gold-Silver Price Crash: બે દિવસમાં 26000 રુપિયા સસ્તી થઈ ચાંદી; આજે સોનામાં પણ બોલ્યો કડાકો
Weather Update: આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, તો પૂર્વાત્તર સહિત આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
Weather Update: આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, તો પૂર્વાત્તર સહિત આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
Embed widget