Rain Forecat : ગુજરાતમા બીજા રાઉન્ડ પણ મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટછવાયો સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યમાં બેથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનો અનુમાન છે. જામનગર ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્ય છુટાછવાયા વરસાદથી લઇને  મધ્યમ વરસાદનો અનુમાન છે.રાજ્યમાં અત્યાર સુધી 50% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 188 તાલુકામાં નોંધાયો વરસાદ 


છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં પાંચ ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં જામનગર તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતિવાડામાં ચાર ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં સુરતના પલતાણામાં પોણા ચાર ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં પોરબંદરના રાણાવાવમાં પોણા ચાર ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં જામનગરના જોડીયામાં સવા ત્રણ ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધોલેરામાં સવા ત્રણ ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના ડીસામાં સવા ત્રણ ઈંચ વરસાદ 


સુત્રાપાડા, ધરમપુરમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો 


બોટાદ, બારડોલી, વાપીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો 


અબડાસા, બરવાળા, જોટાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ 


બાબરા, વ્યારા, કોટડાસાંગાણીમાં અઢી અઢી ઈંચ વરસાદ 


લોધિકા, ગઢડા, વિજયનગરમાં અઢી અઢી ઈંચ વરસાદ 


મહેસાણા, આણંદમાં સવા બે ઈંચ વરસાદ 


બોડેલી, અમીરગઢ, લખપત, ચીખલીમાં બે બે ઈંચ વરસાદ 


ગોંડલ, ધોળકા, વિંછિયામાં પોણા બે ઈંચ વરસાદ 


વિજાપુર, વેરાવળ, કપડવંજમાં પોણા બે ઈંચ વરસાદ 


ધનસુરા, જેતપુર, ભાવનગરમાં પોણા બે ઈંચ વરસાદ 


નવસારી, માંડવી, જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ 


વિસનગર, ગારીયાધાર, મહુવા, વઘઈમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 


પ્રાંતિજ, ઉમરગામ, કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ 


વડગામ, વલસાડ, લાખણી, પેટલાદમાં દોઢ ઈંચ વરસાદ 


વાલોડ, ટંકારા, ઉના, ચોટીલામાં સવા સવા ઈંચ વરસાદ 


20 તાલુકામાં વરસ્યો એક ઈંચ સુધીનો વરસાદ