શોધખોળ કરો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે 15 માર્ચ બાદ રાજ્યમાં હવામાનમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. 15 માર્ચ બાદ તાપમાનનો પારો ગગડશે અને વાદળછાયું વાતાવરણ રહેશે.

 ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 17 માર્ચથી માવઠાના સંકેત આપ્યાં છે. ઉલ્લેખનિય છે કે, 14 માર્ચની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, આ સિસ્ટમ મજબૂત હોવાથી માવઠાની શક્યતા પ્રબળ છે. આ સિસ્ટમના કારણે ઉત્તર ભારત, મધ્ય ભારત સહિતના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ પલટાશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત,  કચ્છ,સૌરાષ્ટ્રમાં છૂટછવાયો વરસાદ વરસશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આ વરસાદ છૂટછવાયો હતો પરંતુ ભારે પવન અને ગાજવીજ સાથે વરસશે. ભરઉનાળે કમોસમી વરસાદની આગાહીથી તૈયાર થયેલા શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

હાલ ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે પણ  રાજ્યમાં વાતાવરણમાં પલટાનું અનુમાન વ્યક્ત કર્યું છે.  હવામાન વિભાગે 18 માર્ચની આસપાસ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને 15 માર્ચ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ વાદળછાયા વાતાવરણ વચ્ચે 18 માર્ચની આસપાસ કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રાજ્યના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ,મોરબી, સુરેંદ્રનગર, રાજકોટ,બોટાદ, ભાવનગર, અમરેલી,દીવ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપીમાં  વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 

હાલ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં ગરમીનો પ્રકોપ અનુભવાઇ રહ્યો છે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40ને આંબી ગયો છે. ત્યારે આ દરમિયાન અંબાલાલ પટેલે ફરી એકવાર કમોમસમી વરસાદના સંકેત આપ્યાં છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  જણાવ્યું કે, "આગામી દિવસોમાં ઘણા ભાગોમાં  પ્રિમોન્સૂન એકટિવિટીના ભાગરૂપે માવઠું થઇ શકે છે. 15 માર્ચ બાદ રાજ્યના વાતાવરણમાં  પલટો આવશે. 14 માર્ચની આસપાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસરથી કમોસમી વરસાદનું અનુમાન છે" અંબાલાલ પટેલે ખાસ તો કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત , સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે.  અંબાલાલના મત મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 15 માર્ચ બાદ  હવામાનમાં પલટો આવશે. 

ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદ અંગે પણ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશમાં 15  અને  16 માર્ચે વાવાઝોડા સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં વરસાદની સાથે, કેટલાક વિસ્તારોમાં વીજળી અને જોરદાર પવન ફૂંકવાની પણ શક્યતા છે.                    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
Advertisement

વિડિઓઝ

Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ
Surat Railway Station: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન
Anjali Rupani get emotional: રાજકોટમાં પ્રચાર દરમિયાન સ્વ.વિજય રૂપાણીને યાદ કરી અંજલીબેન રડી પડ્યા
Gujarat PSI Exam 2026: PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન
Rajkot Local Body Election: રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જાહેરમાં ડખો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Harsha Richhariya: ગ્લેમરની દુનિયા છોડીને મહાકુંભ વાયરલ ગર્લ હર્ષા રિછારિયાએ લીધો સંન્યાસ, બની 'હર્ષાનંદ ગિરી'

Embed widget