ગુજરાતમાં શિયાળાની વિદાય વચ્ચે વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ માવઠું પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. પરંતુ 3 દિવસથી ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. બેવડા વાતાવરણ અને ધુમ્મસના કારણે જીરું પકવતા ખેડૂતોમાં ચિંતામાં છે. 18 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.
આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જોકે ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 18 થી 21 ફેબ્રુઆરી દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા વાદળોથી ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠુ થવાની શકયતા છે વધુ ભેજવાળા વાદળો હશે તો વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસગાર અનેમધ્ય ગુજરાતના ભાગોમાં કોમસમી વરસાદ થઇ શકે છે.
આ તારીખે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની હવામાન વિભાગે કરી આગાહી, જાણો વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2021 08:10 PM (IST)
ગુજરાતમાં શિયાળાની વિદાય વચ્ચે વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -