વિસાવદર: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર વિસાવગરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ હવે મોટી જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે. 3જી ફેબ્રુઆરીએ ભૂપત ભાયાણી કેસરિયોઓ ધારણ કરશે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 3જી ફેબ્રુઆરીએ ભેસાણ ખાતે જંગી સભાનું આયોજન કરાયું છે.  આ સભામાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ પણ હાજર રહેશે. ભૂપત ભાયાણી સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, ભાયાણી 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડ્યા હતા.


 



આ અંગે ભાજપમાં જોડાનાર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 3જી ફેબ્રુઆરીએ હું ઘરવાપસી કરવાનો છું.  મારી સાથે 2 હજાર લોકો ભાજપમાં જોડાશે. લોકસભાની ચૂંટણી મારે નથી લડવી, મારા વિસ્તારના લોકોની સેવા કરવી છે. જૂનાગઢ લોકસભા અને વિસાવદર પેટાચૂંટણી ભાજપને હારવાની કોઈની તાકાત નથી.


2022ની ચૂંટણી જીતી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા ભાયાણી. ભાજપના હર્ષદ રિબડીયાને હરાવી ભાયાણી બન્યા હતા MLA. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.


13 ડિસેમ્બરે ભાયાણીએ આપ્યું હતું રાજીનામું






વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી આપ્યુ રાજીનામું હતું. ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું. હતું વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું હતું. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.


તો બીજી તરફ રાજીનામું આપનાર ધારાસભ્યોને સ્થાયી પરામર્શ સમિતિમાથી હટાવાયા છે. ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલને સ્થાયી પરામર્શ સમિતિમાથી હટાવાયા છે. મંત્રીઓ સાથે પરામર્શ કરવા રચાયેલી કમિટીમાં બંને ધારાસભ્યોનો સમાવેશ કરાયો હતો. દરેક મંત્રીની પરામર્શ સમિતિમાં 11 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવે છે.  મંત્રી ઋષિકેશ પટેલની પરામર્શ સમિતિમાં સભ્ય તરીકે ભૂપેત ભાયાણીનો સમાવેશ કરાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની પરામર્શ સમિતિમાં  ચિરાગ પટેલનો સમાવેશ કરાયો હતો. થોડા સમય પહેલા બંનેએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કમિટીમાંથી દૂર કરાયા છે.