દમણઃ સંઘ પ્રદેશ દમણના દરિયામાં 4 સગીરાઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ઉત્તરપ્રદેશથી પરિવાર ફરવા આવ્યો હતો. જમપોર બીચ પર નાહવા ગયા હતા. હાલ પોલીસ પ્રશાસન વધુ તપાસ કરી રહ્યા છે. ચાર-ચાર છોકરીઓના ડૂબી જવાથી મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. 


ચારેય છોકરીઓના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


ગુજરાતમાં મહિલા કોંગ્રેસના પ્રમુખપદે આ પાટીદાર મહિલાની વરણી નક્કી ?  અનામત આંદોલનથી આવ્યાં લાઈમ લાઈટમાં...


અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતાની નવી ટીમ બનાવી રહ્યા છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદાર મહિલાને સોંપાઈ શકે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા ચેહરાની શોધ શરૂ થઈ ગઈ છે.


આ રેસમાં પાટીદાર મહિલા આગેવાન ગીતાબેન પટેલ મોખરે હોવાનું મનાય છે. આ ઉપરાંત વંદનાબેન પટેલનું નામ પણ ચાલી રહ્યું છે. વંદના પટેલ કે ગીતા પટેલમાંથી કોઈ એક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનશે એવો સૂત્રોનો દાવો છે.


રાજકોટનાં ગાયત્રીબા વાઘેલા હાલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે પણ ઑક્ટોબર મહિનામાં જ ગાયત્રીબા વાઘેલાની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે. ગાયત્રીબાના સ્થાને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હાલ બે નામ ચર્ચામાં છે અને બંને પાટીદાર મહિલા છે.  


કોંગ્રેસનાં સૂત્રોના મતે વંદના પટેલ અને ગીતા પટેલના નામ પર હાલ ચર્ચા ચાલી રહી છે. સિનિયર મહિલા આગેવાનને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનું  પ્રમુખ પદ સોંપવાનો નિર્ણય થયો છે. આ કારણે વંદનાબેન પટેલ અને ગીતાબેન પટેલનાં નામ ચર્ચામાં છે.


રસપ્રદ વાત એ છે કે, વંદના પટેલ અને ગીતા પટેલ  બંને પાટીદાર અનામત આંદોલનમાંથી આગળ આવ્યાં છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની નજીક છે. ગીતા પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યાં છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ઠક્કરબાપા નગર બેઠક પરથી ગીતાબેન ચૂંટણી પણ લડ્યા હતા. વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચેહરો બન્યા હતા અને મૂળ મહેસાણાનાં છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વંદના પટેલ કોંગ્રેસમાં જોડાયાં છે.


સૂત્રોના મતે, હાલમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનવા માટે ગીતાબેન પટેલ પ્રબળ દાવેદાર છે. ગીતાબેન પટેલ કોંગ્રેસ સંગઠનમા સતત સક્રિય હોવાથી તેમના નામ પર મંજૂરીની મહોર મરાઈ શકે છે.