ગાંધીનગરઃ કેનેડા બોર્ડર પર -35 ડીગ્રીમાં ઠંડીમા ગુજરાતના પટેલ પરિવાર થીજી જતા ચારેયના મૃત્યુ થયા છે. 4 મૃતક ઉત્તર ગુજરાતના ક્લોલના ડીગુચા ગામનો પટેલ પરિવારના હોવાની માહિતી સામે આવી છે. મૃતકોમાં પતિ-પત્ની સાથે એક દીકરી એક દીકરાનો સમાવેશ થાય છે. જગદીશ બળદેવભાઈ પટેલ, વૈશાલી જગદીશ પટેલ, ગોપી જગદીશ પટેલ, ધાર્મિક જગદીશ પટેલનું મૃત્યુ થયું છે. કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં ઠંડીને કારણે મોત થયાં હોવાનું વિદેશ મંત્રીએ ટ્વીટ કરી ને જાણકારી આપી છે.


પલીયડ ના એક વ્યક્તિ ના મારફતે આ પરિવાર કેનેડા ગયો હોવાની માહિતી મળી રહી છે. પરિવાર ગેરકાયદેસર રીતે કેનેડાથી અમરેકા પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન બરફના તુફાનમાં ફસાઈ ગયો હતો.



કેનેડા-અમેરિકા બોર્ડર પર હાલ કાતિલ ઠંડી પડી રહી છે. આ ઠંડીમાં ચાર ભારતીયોના મોત થયા છે. આ ઘટનાની નોંધ વિદેશમંત્રી એસ જયશંકરે પણ લીધી છે અને ટ્વીટ પણ કર્યુ છે. પ્રાથમિક રીપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે, આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે, જેમાં મૃતકોમાં પતિ પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત આ મૃતકો ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ ગુરુવારે જણાવ્યું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યાં જેમાં બે શબ વયસ્કોનાં,એક કિશોર અને એક બાળક છે.જ્યારે શબ બરામદ થયાં ત્યારે ત્યાં માઇનસ 35 ડિગ્રી તાપમાન હતું.



અમેરિકન અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે માનવામાં આવી રહ્યું છે કે મૃતક ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરસીએમપીના મદદનીશ કમિશનર જેન મૈક્લેચીએ કહ્યું કે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. પ્રારંભિક તપાસમાં લાગે છે કે તમામનાં મોત ઠંડીમાં ઠૂંઠવાઈ જવાના કારણે થયાં છે. અમેરિકામા ગેરકાયદેસર ઘૂસવા અનેક ભારતીયો વિવિધ ગતકડા કરતાં હોય છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થતા હોય છે. આ કેસમાં પણ આમ થયું હોવાનું શક્યતાને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.