જામનગર: મોડપર ખટિયા ગામ નજીક કાર નદીમાં ખાબકતા 2 મહિલાઓના મોત થયા છે. જ્યારે ૩ લોકોને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર બ્રિજ પરથી નીચે ખાબકી હતી, જેમાં બે મહિલાના મોત થયા હતા, જ્યારે કારમાં સવાર ત્રણ લોકોને ઇજા થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત સુરતમાં નેશનલ હાઇવે ૪૮ કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઇથી અમદાવાદ તરફના માર્ગ પર સર્જાયો અકસ્માત થયો છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેથી આવતી ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. મૃતદેહને બહાર કાઢવા આઈઆરબી મથામણ કરી રહી છે.
જામનગરમાં કાર નદીમાં ખાબકતા 2 મહિલાના મોત, સુરતમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Nov 2020 10:24 AM (IST)
જામનગરના મોડપર ખટિયા ગામ નજીક કાર નદીમાં ખાબકતા 2 મહિલાઓના મોત થયા છે. જ્યારે સુરતમાં નેશનલ હાઇવે ૪૮ કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -