Gujarat  : ગુજરાતના લસણ પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. લસણના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ લસણ ફ્રીમાં વિતરણ કરી દેવાનો નિર્ણય કર્યો છે. લાભ પાંચમે સવારે 7 કલાકથી સત્યાગ્રહ સાવણી ગાંધીનગરથી ફ્રી લસણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડતોને લસણ માટે ઉત્પાદનનો ખર્ચ જેટલો થયો છે તેટલો ભાવ ના મળતા લસણને ફ્રી વિતરણ કરાયું. 


બીજી તરફ આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.  લસણ ભાવ ખેડૂતોને પોષણક્ષમ નથી મળતા તે અંગે પૂછતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું લસણ ફ્રીમાં આપે છે મને ખબર નથી. ભાવની બાબત કેન્દ્ર સરકારની છે. રાઘવજીભાઈ પટેલે હાથ ઊંચા કરી લીધા. રાજ્યના કૃષિમંત્રીએ લસણના ભાવ બાબતે ગોળ ગોળ જવાબ આપ્યો.


તેમણે કહ્યું કે, લસણ અને ડુંગળીના ભાવનો કાયમી ઉકેલ આવે તે માટે કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરીશું. સૌરાષ્ટ્રમાં આજે પણ મોટા પ્રમાણમાં લસણ ખેડૂતો પાસે. છેલ્લા બે વર્ષથી રાજ્યના ખેડૂતોને લસણના ભાવ મળતા નથી. હાલના રાજકોટ યાર્ડમાં લસણના ભાવ 150 થી 250 રૂપિયા ભાવ. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં લસણની દર વર્ષ વાવેતર થાય. સૌરાષ્ટ્રમાં લસણ અને ઘઉં મુખ્ય શિયાળુ પાક.



 રાજ્યમા મગફળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર.. ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને કૃષિમંત્રીએ આપી માહિતી આપી. જ્ય સરકાર દ્વારા ખરીફ પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનની સહાયની જાહેરાતને લઈને પણ વિગત આપશે. રાજ્યના લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. મગફળી સહિતની અલગ અલગ જણસની ખરીદી કરશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના પ્રયાસો. ગત વર્ષ ખેડૂતોને ચણા પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યા. 


આજે રાજકોટ યાર્ડથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરશે.  આજે ખુલી બજારમાં ટેકાના ભાવ કરતા સારા ભાવે મળે. ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તેવા અમારા પ્રયાસો. રાજ્યના લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. મગફળી સહિતની અલગ અલગ જણસની ખરીદી કરશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના પ્રયાસો. ગત વર્ષ ખેડૂતોને ચણા પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યા. આજે રાજકોટ યાર્ડથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરશે. આજે ખુલી બજારમાં ટેકાના ભાવ કરતા સારા ભાવે મળે. ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તેવા અમારા પ્રયાસો.