ગુજરાત યુનિવર્સિટીની આજથી બીબીએ-બીસીએ સેમેસ્ટર-૩, બી.કોમ,બીબીએ અને બીએ જર્નાલિઝમ સેમેસ્ટર -૩, એમ.કોમ-એમ.એ સેમેસ્ટર -૩, બી.એડ સેમેસ્ટર-૩ સહિતની ૧૭ જેટલી પરીક્ષાઓનો પ્રારંભ થશે.
૧૯મીથી સુધી પરીક્ષાઓ ચાલશે અને રોજના પાંચ સ્લોટમાં પરીક્ષા લેવાશે. સવારે ૯-૧૫થી પરીક્ષા શરૂ થશે અને છેલ્લે સાંજે પાંચમા સ્લોટમાં ૪-૪૫ વાગે પરીક્ષા લેવાશે. દરેક કોર્સની જે તે વિષયની પરીક્ષા એક એક કલાકની રહેશે અને વિદ્યાર્થીએ ફરજીયાત એક કલાકમાં ૫૦ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને એક પ્રશ્ન માટે એક મીનિટ જ મળશે.
વિદ્યાર્થીઓને ખાસ સૂચના અપાઈ છે કે ચાલુ પરીક્ષા જો વિદ્યાર્થીએ સ્ક્રિન પર લાંબો સમય ન દેખાય અને બીજી સ્ક્રિન વિન્ડો ખોલશે કે ગુગલ પેજ ખોલશે તો ઓટોમેટિક પરીક્ષાથી બાકાત થઈ જશે.