Gir Somanth: ગીર સોમનાથના વેરાવળ ના વડોદરા-ડોડીયા ગામમાં જંગલમાં લાકડા વીણવા ગયેલી મહિલા લાપતા બની છે. ગઈકાલે બપોરે 12 વગ્યા આસપાસ ઘટના બની હતી. પાંચેક મહિલાઓ સાથે લાકડા વીણવા ગઈ હતી, જંગલમાં સિંહોને જોઈ મહિલાઓ જંગલ છોડી ભાગી હતી. જે પૈકી 40 વર્ષીય ભાનુબેન આંબેચડા નામની મહિલા લાપતા બની હતી. જેને સિંહો દ્વારા ફાડીખાડાની આશંકા છે. વન વિભાગ અને પોલીસની ટીમો દ્વારા જંગલમાં શોધખોળ ચાલુ છે. પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જંગલમાં 15 જેટલા સિંહ પરિવારનો વસવાટ છે.
ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની અંદર સિંહનો વસવાટ વધારે છે. આ વિસ્તારની અંદર અવારનવાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે ત્યારે આજે ગીર વિસ્તારમાં એક વાડીના ઝૂંપડીમાં બે સિંહ આરામ ફરમાવતા નજરે પડ્યા જે વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થયો હતો. સિંહ ગીર વિસ્તારની અંદર શિકાર કરતા તેમજ લટાર મારતા વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે. વન વિભાગ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે વન વિભાગ દ્વારા સોશિયલ મીડિયા તેમજ પોસ્ટરો દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વન્ય પ્રાણીઓને છંછેડવા નહી.
થોડા દિવસો પહેલા ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ખીલાવડ ગામના પીઠાગાળા રેવન્યુ વિસ્તારમાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. સિંહને 2 શખ્સ દ્વારા લોખંડના પાઇપ અને પથ્થરો ફેંકી પજવણી કર્યાના વીડિયો વાયરલ થતા સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામ નજીક સિંહોને ત્રાસદાયક પજવણી કરવામાં આવી જેને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. વનવિભાગ દ્વારા આ મામલે હરેશ બાંબા, મધુ જોગદીયા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજુર થતા આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પર્યાવરણ પ્રેમીઓમાં સવાલ સામાન્ય યુવકો સામે ગણતરીની કલાકોમાં કાર્યવાહી તો રાજકીય નેતાઓ સામે હજૂ સુધી કેમ નહિ? આ સવાલ એટલા માટે સામે આવ્યો છે કારણ કે, થોડા દિવસ પહેલા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે, તેમની સામે આટલી ઝડપી કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉઠ્યા હતા.
Join Our Official Telegram Channel: