Gir Somnath PGVCL Mega Checking: ગીર સોમનાથ જિલ્લામાં PGVCL વિભાગ દ્વારા સતત બીજા દિવસે વીજચોરો સામે કડક ઝુંબેશ ચલાવીને તાલાલા, પ્રાંચી અને સૂત્રાપાડા તાલુકામાં મોટા પાયે મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ 54 ટીમોએ 815 વીજ કનેક્શનોની તપાસ કરી 128 સ્થળોએ ગેરરીતિ પકડી પાડી 51.92 લાખનો દંડ ફટકાર્યો છે, આ સાથે જ વીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપો છે. 

Continues below advertisement

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં વીજચોરી અટકાવવા માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વીજ નિગમની અલગ-અલગ ૫૪ જેટલી તપાસ ટીમોએ સ્થાનિક પોલીસ કાફલાને સાથે રાખીને તાલાલા, સૂત્રાપાડા, પ્રાંચી અને આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોને આવરી લીધા હતા. આ દરોડા દરમિયાન ટીમોએ રહેણાંક, વાણિજ્યિક અને ખેતીવાડી ક્ષેત્રના કુલ 815 વીજ કનેક્શનોનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન 128 કનેક્શનમાં મીટરમાં છેડછાડ, ડાયરેક્ટ લંગરિયા નાખીને વીજળી મેળવવી તથા અન્ય ટેકનિકલ ગેરરીતિઓ ઝડપાઈ હતી. વીજ કંપનીએ આ તમામ ગેરરીતિ આચરનારા આસામીઓને કુલ 51.92 લાખના દંડ અને પુરવણી બિલ પાઠવ્યા હતા. સતત બીજા દિવસે પણ વહેલી સવારથી શરૂ થયેલા આ મેગા સર્ચ ઓપરેશનથી સમગ્ર પંથકમાં વીજચોરી કરતા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Continues below advertisement

Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ

PGVCLની આ સઘન અને આકરી કાર્યવાહીથી ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારી મહેસૂલની ચોરી રોકવા અને પ્રમાણિક ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા માટે આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવા ચેકિંગ ઓપરેશનો વણથંભ્યા ચાલુ રાખવામાં આવશે.